Site icon

SBIએ લોન્ચ કરી આ WhatsApp બેંકિંગ સર્વિસ-ગ્રાહકોએ આવી રીતે કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન-મળશે આ લાભ 

News Continuous Bureau | Mumbai

ભારતમાં ડિજિટલાઇઝેશન(Digitalization) ખૂબ ઝડપથી વધ્યું છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાનું મોટાભાગનું કામ ઇન્ટરનેટ (Internet)ના માધ્યમથી કરવાનું શરૂ કરી દીધું છે. હવે બેંકોએ(Banks) પણ પોતાની મોટાભાગની સેવાનું ડિજિટલાઈઝેશ કરી નાખ્યું છે, જેમાં હવે દેશની સૌથી મોટી બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(State Bank of India) પોતાની સેવા વોટ્સએપ (Whatsapp) પર પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ વોટ્સએપ બેન્કિંગ સેવા (SBI whatsapp banking service) શરૂ કરી છે. હવે SBI ગ્રાહકો ચેટ દ્વારા બેંક બેલેન્સ(Bank Balance), મિની સ્ટેટમેન્ટ(Mini statement) સહિત અનેક બેંકિંગ સુવિધાઓનો(Banking Service) લાભ લઈ શકે છે

આ સમાચાર પણ વાંચો :  સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સતત થઇ રહ્યો છે ઘટાડો-આ છે તે પાછળનું કારણ

વોટ્સએપ બેન્કિંગ સેવા માટે રજીસ્ટ્રેશન(registrartion) કરવું પડશે.

વોટ્સએપ બેંકિંગ મારફતે આ સેવા મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે WAREG ટાઇપ કરવું પડશે અને ત્યારબાદ સ્પેસ છોડી એકાઉન્ટ નંબર(Account Number) લખવાનો રહેશે. પછી આ મેસેજ 7208933148 મોકલવાનો રહેશે. યાદ રાખો કે, આ મેસેજ બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા જ મોકલવાનો હોય છે. રજિસ્ટ્રેશન બાદ તમને સ્ટેટ બેંકના વોટ્સએપ નંબર(Whatsapp Number) પરથી મેસેજ મળશે. રજિસ્ટ્રેશન માટે SBIનો 9022690226 નંબર સેવ કરવાનો રહેશે

ચેટના માધ્યમથી માહિતી મેળવવા માંગતા લોકોએ પહેલા Hi SBI મેસેજ મોકલવાનો રહેશે. તે પછી તમને બેંક તરફથી એકાઉન્ટ સ્ટેટમેન્ટ(Account statement), મિની બેલેન્સ જેવા કેટલાક વિકલ્પો મળશે. તમે જે સેવાનો લાભ લેવા માંગતા હોવ તે મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો

ફિચર્સનો(features) લાભ 24×7 લઈ શકાય છે – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વોટ્સએપ બેંકિંગથી તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. તમે અન્ય ઘણા ફીચર્સનો લાભ લઈ શકો છો, જેમાં તમારું બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ ચેક કરવાનો પણ સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શરૂ કરેલી વોટ્સએપ બેન્કિંગ સેવાના કારણે કરોડો ગ્રાહકોને લાભ થશે. આ સુવિધાના કારણે તમે વોટ્સએપનો ઉપયોગ કરીને બેંક સાથે જોડાયેલા ઘણા મોટા કામ કરી શકશો.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version