News Continuous Bureau | Mumbai
તમે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી(State Bank of India) લોન લીધી છે, તો તમારી માટે મહત્વના સમાચાર છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા(lender), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ બુધવારે બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (Benchmark Prime Lending Rate) (BPLR) 70 બેસિસ પોઈન્ટ્સ (અથવા 0.7 ટકા) વધારીને 13.45 ટકા કર્યો છે.
આ જાહેરાત સાથે જ BPLR સાથે જોડાયેલી લોનની ચુકવણી(Loan Repayment) મોંઘી બનાવશે. વર્તમાન BPLR દર 12.75 ટકા છે. તેમાં છેલ્લે સુધારો જૂન મહિનામાં કરવામાં આવ્યો હતો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં(repo rate) વધારા બાદ સરકારી અને ખાનગી બેંકો(Government and Private Banks) ધિરાણ દરમાં(Lending rate) ફેરફાર કરી રહી છે, જેને કારણે બેંક લોનની(Bank loan) ચુકવણી મોંઘી બની રહી છે. "બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR) 15 સપ્ટેમ્બર, 2022 થી પ્રભાવી વાર્ષિક 13.45 ટકા તરીકે સુધારવામાં આવ્યો છે. જોકે બેન્ક દ્રારા ફિક્સ ડિપોઝિટ(Fixed Deposit) પરના વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આખરે લાખો રૂપિયાની કાર સાયરસ મિસ્ત્રીનો જીવ કેમ ન બચાવી શકી- જાણવા માટે મર્સિડિઝે લીધું આ મોટું પગલું
બેન્ચમાર્ક ધિરાણ દરોમાં વધારો ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિની(monetary policy) બેઠકના અઠવાડિયા પહેલા આવે છે, જે ફુગાવાને કાબૂમાં લેવા દરમાં વધારો કરે તેવી અપેક્ષા છે.
 

