Site icon

SBIના ખાતાધારકો માટે મહત્વના સમાચાર- બેન્કે બચત ખાતા પરના વ્યાજદરોમાં ફેરફાર કર્યો- જાણો નવા રેટ્સ

News Continuous Bureau | Mumbai

જો તમે પણ SBIના ખાતાધારક(SBI account holder) છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. બેન્કે બચત ખાતાના(savings account) વ્યાજદરોમાં(interest rates) કાપની જાહેરાત કરી છે. બેન્કે 10 કરોડ રૂપિયાથી ઓછા વ્યાજદરમાં કાપ મૂક્યો છે. SBIની વેબસાઇટ અનુસાર બેન્કે 15 ઑક્ટોબરથી આ નવા દરો લાગૂ કર્યા છે.10 કરોડથી ઓછી બચત પર SBI 2.7 ટકા પ્રતિ વર્ષ વ્યાજદર ઓફર કરે છે. તે 2.75% પ્રતિ વર્ષના ગત દરથી 5 બેસિસ પોઇન્ટ(basis point) ઓછા છે. SBIના આ નવા દરો 15 ઑક્ટોબરથી લાગૂ થશે. 

Join Our WhatsApp Community

SBIએ ફેરફાર કર્યો

10 કરોડથી ઓછી રકમની બચત પર વ્યાજદરમાં કાપ ઉપરાંત SBIએ એક અન્ય ખાતા માટે વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. 10 કરોડ કે તેનાથી વધુની બચત ખાતાની જમા રકમ પર SBIએ 30 બેસિસ પોઇન્ટના દરથી 3 ટકા સુધીનો વધારો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – ઓક્ટોબરના બાકી બચેલા 14 દિવસમાંથી આ 9 દિવસ બેંકો રહેશે બંધ- ઝટપટ પતાવી લેજો બેન્કના કામ- અહીં જુઓ રજાઓની યાદી

FD પર પણ વ્યાજદર બદલાયો

SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પર વ્યાજદરોમાં પણ 15 ઑક્ટોબરથી 10 બેસિસ પોઇન્ટ વધારીને 20 બેસિસ પોઇન્ટ સુધી નક્કી કર્યા છે. બેન્કે 7 દિવસથી 10 વર્ષની એફડી પર 3 ટકાથી 5.85 ટકા વ્યાજદર ઓફર કરે છે. પહેલા આ વ્યાજદર 2.90 ટકાથી 5.65 ટકા હતો. વરિષ્ઠ નાગરિક આ FD પર 3.5 ટકાથી 6.65 ટકા સુધી વ્યાજ કમાઇ શકે છે. જ્યારે ગત દરો 3.4 થી 6.45 ટકા હતા.

યુરો બેન્કે (Euro Bank) પણ દરમાં ફેરફાર કર્યો

યુરો બેન્કે 1 વર્ષથી 4 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન એફડી(FD) પરના દરોમાં 0.09 ટકાથી 0.49 ટકાનો વધારો કર્યો છે. જ્યારે 4 વર્ષથી 5 વર્ષની એફડી માટે આ દરો યથાવત્ છે.

Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Ola Shakti: ઓલાનો મોટો ધમાકો: સ્કૂટર બાદ હવે પાવર બેંક માર્કેટમાં એન્ટ્રી, જાણો શું છે ‘ઓલા શક્તિ’ અને કેવી રીતે કામ કરશે?
Stock Market Bullish: ધનતેરસ પહેલા જ શેરબજારમાં ‘દિવાળી’: નિફ્ટી 25500 ને પાર, આ બે સ્ટોક્સ માં આવી રોકેટ જેવી તેજી
Exit mobile version