Site icon

SEBI Anil Ambani : સેબીએ પિતા બાદ હવે પુત્ર પર કસ્યો શિકંજો, અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર ફટકાર્યો અધધ ₹1 કરોડનો દંડ… જાણો કારણ?

SEBI Anil Ambani : એક તરફ તેમની કંપનીઓના શેર સતત ચમકી રહ્યા છે અને તેમની કંપનીઓ પર દેવાનો બોજ ઓછો થયો છે, તો બીજી તરફ તેમને સેબીની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. હવે સેબીએ તેમના પુત્ર જય અનમોલ અંબાણી સામે પણ કાર્યવાહી કરી છે અને 1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

SEBI Anil Ambani Anil Ambani's son Jai Anmol Ambani slapped with ₹1 crore fine by Sebi in Reliance Home Finance case

SEBI Anil Ambani Anil Ambani's son Jai Anmol Ambani slapped with ₹1 crore fine by Sebi in Reliance Home Finance case

 News Continuous Bureau | Mumbai

SEBI Anil Ambani : અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લઇ રહી નથી. હવે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અનિલ અંબાણીના પુત્ર અનમોમ અંબાણીને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ આ દંડ રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં કથિત અનિયમિતતા માટે લગાવ્યો છે.

Join Our WhatsApp Community

 SEBI Anil Ambani : આ નિયમોનું  પાલન કર્યું નથી

સેબીએ કહ્યું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સની કોર્પોરેટ લોન સંબંધિત આ મામલે અનમોલ અંબાણીએ નિયમોનું પાલન કર્યું નથી અને તેથી જ તેમના પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે રેગ્યુલેટરે એમ પણ કહ્યું કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી નથી.  આ પહેલા સેબીએ તેમના પિતા અનિલ અંબાણીને શેરબજારમાં ટ્રાન્ઝેક્શન કરતા રોક્યા હતા.

SEBI Anil Ambani : 20 કરોડ રૂપિયાની નોન-મોર્ટગેજ લોન આપવા માટે મંજૂરી આપી 

સેબીનું કહેવું છે કે જય અનમોલ અંબાણીએ જનરલ પર્પઝ વર્કિંગ કેપિટલ (GPCL) માટે લોનની રકમ બહાર પાડતા પહેલા નિયત પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરી ન હતી. એટલું જ નહીં, આ GPCL યુનિટોએ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની અન્ય કંપનીઓને અપાયેલી લોન માટેની પ્રક્રિયાનું પણ પાલન કર્યું ન હતું. આમાં રિલાયન્સ કેપિટલ પણ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો :  Share Market Today: શેરબજારે રચ્યો ઈતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 85,000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ..

સેબીનું કહેવું છે કે જય અનમોલ અંબાણીએ વિઝા કેપિટલ પાર્ટનર અને એક્યુરા પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડને 20 કરોડ રૂપિયાની નોન-મોર્ટગેજ લોન આપવા માટે મંજૂરી આપી હતી, જેમાં પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. જય અનમોલ અંબાણી રિલાયન્સ કેપિટલ અને GPCLને મંજૂરી આપવાના બીજા દિવસની કામગીરીની જવાબદારી સંભાળે છે. આવી સ્થિતિમાં સેબીએ અનિયમિતતા બદલ તેમના પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

SEBI Anil Ambani : પિતા પર પણ 5 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો

અગાઉ સેબીએ પણ અનિલ અંબાણીને 5 વર્ષ માટે શેરબજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં સેબીએ તેમના પર 25 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. સેબીનું કહેવું છે કે અનિલ અંબાણીએ 5 વર્ષ પહેલા રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં ફંડની ઉચાપત કરી હતી.

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version