News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી ઇસન્યુરન્સ કંપની LICના 31.62 કરોડ શેરના ઈસ્યુને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી છે.
સેબી સમક્ષ તા. 26 ફેબ્રુઆરીએ ફાઈલ કરેલા દસ્તાવેજ અનુસાર LIC નું મૂલ્ય રૂ.5,39,686 કરોડ આંકવામાં આવ્યું છે અને કુલ પ્રીમિયમ આવકની દ્વષ્ટિએ કંપની વિશ્વમાં પાંચમા ક્રમે આવે છે.
જોકે આઇપીઑ માર્ચ પહેલા લાવવો કે આગામી નાણાકીય વર્ષમાં તેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.
યુક્રેન ઉપર રશિયાના હુમલાના કારણે આ પબ્લિક ઇસ્યુ ઉપર જોખમ ઉભુ થયુ છે.
એલઆઇસીના કુલ 31.62 કરોડ શેરનો પબલિક ઇસ્યુ આવશે.
કુલ શેરમાંથી કર્મચારીઓને પાંચ ટકા અને પોલિસી ધારકોને 10 ટકા શેર ઑફર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં ક્યારે વધશે પેટ્રોલ-ડીઝલના ભાવ, સરકારના આ મંત્રી તરફથી આવ્યું પહેલું મોટું નિવેદન, જાણો શું કહ્યું
