Site icon

SEBI Action: સેબીએ HSBC એસેટ મેનેજમેન્ટ કપંની સામે રેકોર્ડમાં અનિયમિતતા મામલે કડક પગલા લેતા લાખોનો દંડ ફટકાર્યો.. જાણો વિગતે..

SEBI Action: માર્કેટ રેગ્યુલેટરે અગાઉ સંબંધિત મામલામાં આદેશ પણ જારી કર્યો હતો, પરંતુ હવે તે તેમના જૂના ઓર્ડરમાં એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિકારો પુનઃસ્થાપિત કરવાનો આદેશ ખામીયુક્ત હોવાનું જણાવ્યું છે. રેગ્યુલેટરે પાછલા ઓર્ડરની ભૂલ સુધારવા માટે કેસ ફરી ખોલ્યો છે અને કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

SEBI imposes a penalty of lakhs against HSBC Asset Management Company for irregularities in records

SEBI imposes a penalty of lakhs against HSBC Asset Management Company for irregularities in records

 News Continuous Bureau | Mumbai

SEBI Action:  મ્યુચ્યુઅલ ફંડ કંપની HSBC એસેટ મેનેજમેન્ટની ( HSBC Asset Management ) મુશ્કેલીઓ હવે વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેમની સામેનો જૂનો કેસ ફરી ખોલ્યો છે એટલું જ નહીં, આ કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

Join Our WhatsApp Community

માર્કેટ રેગ્યુલેટરે અગાઉ સંબંધિત મામલામાં આદેશ પણ જારી કર્યો હતો, પરંતુ હવે તે તેમના જૂના ઓર્ડરમાં એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિકારો પુનઃસ્થાપિત કરવાનો આદેશ ખામીયુક્ત હોવાનું જણાવ્યું છે. રેગ્યુલેટરે પાછલા ઓર્ડરની ભૂલ સુધારવા માટે કેસ ફરી ખોલ્યો છે અને કંપની પર 5 લાખ રૂપિયાનો દંડ ( penalty ) ફટકાર્યો છે.

SEBI Action: સેબીની આ કાર્યવાહી HSBC ગ્રુપ દ્વારા L&T એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિગ્રહણ સાથે સંબંધિત છે…

 સેબીની આ કાર્યવાહી HSBC ગ્રુપ દ્વારા L&T એસેટ મેનેજમેન્ટ કંપનીના ( Asset Management Company ) અધિગ્રહણ સાથે સંબંધિત છે. HSBC ગ્રુપે ( HSBC Group ) ગયા વર્ષે મે મહિનામાં L&T એસેટ મેનેજમેન્ટ કંપનીને હસ્તગત કરી હતી અને ઓક્ટોબર 2023માં તેની એસેટ મેનેજમેન્ટ કંપની HSBC AMC સાથે મર્જ કરી હતી.

આ સમાચાર પણ વાંચો  :  Uttarakhand: ઉત્તરાખંડ જાવ છો તો સાવધાન થઈ જાવ! જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે.. જાણો શું છે આ નિયમ..

હાલના નિયમો મુજબ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ રોકાણના તમામ નિર્ણયોને સાબિત કરવા માટે રેકોર્ડ જાળવવા ખુબ જરૂરી છે. તે રેકોર્ડમાં નિર્ણય લેવા માટે જવાબદાર ડેટા, તથ્યો અને અભિપ્રાયો પણ હોય છે. આનો અર્થ એ છે કે એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ ડેટા, તથ્યો અને અભિપ્રાયોનો રેકોર્ડ જાળવવો પડશે જેના આધારે તેઓ રોકાણના આ નિર્ણયો લે છે. HSBC AMC દ્વારા L&T AMCના અધિગ્રહણના કિસ્સામાં આ જોગવાઈ સંબંધિત રેકોર્ડમાં અનિયમિતતાઓ મળી આવી હતી.

સેબીએ 6 નવેમ્બર 2023ના રોજ આ મામલે નવી કારણ બતાવો નોટિસ જારી કરી હતી. તે પહેલા, ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ એક આદેશમાં, સેબીએ HSBC એસેટ મેનેજમેન્ટ કંપની સામેનો કેસ બંધ કરી દીધો હતો અને કહ્યું હતું કે તેની સામેના આરોપો સાબિત થતા નથી. જો કે, હવે તે આદેશ ઉલટાવી દેવામાં આવ્યો છે અને કંપની પર દંડ લાદવામાં આવ્યો છે.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version