ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઓગસ્ટ, 2021
બુધવાર
મંગળવારે ઉચ્ચતમ સ્તર પર બંધ થયા બાદ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસ એટલે કે બુધવારે શેર બજાર લીલા નિશાન પર ખુલ્યું અને સેન્સેક્સે પહેલીવાર 56 હજારના સ્તરને સ્પર્શ કર્યો.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 233.74 અંક (0.24 ટકા) ઉપર 56,026.01ના સ્તર પર ખુલ્યો.
નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 57.60 અંકો (0.35 ટકા)ની બઢત સાથે 16,672.20ના સ્તર પર ખુલ્યો.
પ્રી ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 156.30 અંક (0.28 ટકા) ઉપર 55948.57ના સ્તર પર હતો. જ્યારે નિફ્ટી 39.80 અંક (0.24 ટકા) ઉપર 16654.40 પર હતો.
ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે સેન્સેક્સમાં 1,159.57 અંક એટલે 2.13 ટકાનો ઉછાળો આવ્યો હતો.
