ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર
યુક્રેન પર રશિયાના હુમલાની અસર ભારતીય શેર બજાર પર પડી છે.
સપ્તાહના ચોથા દિવસે શરૂઆતી કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ 3 ટકાથી વધુના ઘટાડાને દર્શાવી રહ્યા છે.
આજે સેન્સેક્સ 1,895.68 પોઈન્ટના ઘટાડા સાથે 55,336.38ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી 574.95 પોઈન્ટ તૂટીને 16,488.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
બુધવારના કારોબારમાં સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટીને 57,232ના સ્તરે અને નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 17063ના સ્તરે બંધ થયો હતો.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.
