વૈશ્વિક બજારોમાં વૃદ્ધિને સાથે આજે શેર બજારમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.
અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે બંને બેંચમાર્ક ઈન્ડેક્સ મોટા ઉછાળા સાથે ખુલ્યા.
સેન્સેક્સ 457 અંક વધી 53,032 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 137 અંક વધી 15,884 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, મારુતિ સુઝુકી અને SBI માં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 230 અંક વધી 52,574 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 63 અંક વધી 15,746 પર બંધ રહ્યો હતો.
રામ રાખે તેને કોણ ચાખે? ત્રણ વખત ફાંસીએ લટક્યો છતાં જીવતો બચી ગયો આ શખસ; જાણો શું છે સમગ્ર ઘટના