ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
આજે સપ્તાહનો ચોથો કારોબારી દિવસ એટલે કે ગુરુવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 92.76 પોઇન્ટ (0.16 ટકા) ઘટીને 58157.50 પર ખુલ્યો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 36.20 પોઈન્ટ (0.21 ટકા) ના ઘટાડા સાથે 17317.30 પર ખુલ્યો.
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર વધારો દર્શાવી રહ્યા છે અને 18 શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉના બે સત્રમાં પણ બજારમાં કારોબારના અંતે કોઈ ખાસ ઉતાર – ચઢાવ જોવા મળ્યો ન હતો.