Site icon

નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, માર્કેટ ખુલતા સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા..

Sensex soars 900 pts, Nifty ends near 17,600

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 'માર્કેટ મોજમાં', સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર તેજી.. તો પણ આ શેર રહ્યા ડાઉન

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક બજારમાં સારા સંકેતોને કારણે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 58500ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો નિફ્ટીએ પણ 17250નો આંકડો પાર કર્યો છે. આજે સેન્સેક્સ 674 પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી 184 પોઈન્ટ ઉછળ્યો હતો. અમેરિકી બજારમાં આવેલી તેજીના કારણે ભારતીય શેરબજારમાં વધારો થયો છે.

Join Our WhatsApp Community

ડોલર સામે રૂપિયો 22 પૈસા મજબૂત થયો
વિશ્વ બજારમાં ક્રૂડના ભાવમાં ફરી વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 79 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઈરાકથી સપ્લાય ઘટવાની શક્યતાને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થયો છે. તેમજ ડોલર સામે રૂપિયો 22 પૈસા વધીને 82.12 પર ખુલ્યો હતો. શેરબજારમાં આજે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, એચડીએફસી બેંક જેવી કંપનીઓના શેરમાં વધારો થયો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ શું છે?
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 1 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે. તેમજ કોસ્પી અને હેંગસેંગ ઈન્ડેક્સમાં પણ તેજી જોવા મળી રહી છે. અમેરિકન વાયદા બજારમાં પણ ખરીદી જોવા મળી રહી છે. નાસ્ડેક અને ડાઉ પણ અડધા ટકાની આસપાસ મજબૂત ટ્રેડ થઈ રહ્યા છે. એ જ રીતે ભારતીય શેરબજારમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. દરમિયાન ગુરુવારે રામ નવમીના અવસર પર સ્થાનિક બજારો બંધ રહ્યા હતા. જ્યારે બુધવારે સેન્સેક્સ 57960 અને 17,080 પર બંધ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કામરેજ : ગાયપગલા તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું.. અધધ આટલા લાખની કિંમતનો મુદ્દામાલ પકડાયો

Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
UPI August Record: ઓગસ્ટમાં UPI ટ્રાન્ઝેક્શન 20 બિલિયનને પાર, જાણો કઈ એપ્લિકેશન રહી ટોચ પર
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
Exit mobile version