સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર નવા રૅકોર્ડ સ્તરે પહોંચ્યુ છે.
એકવાર ફરીથી સેન્સેક્સે 50,231.39 અંકના નવા સ્તર પર પહોંચી ગયું. નિફ્ટી પણ આજે 14754.90 અંકના રૅકોર્ડ સ્તરને સ્પર્શ કરવામાં સફળ રહ્યું.
પ્રી ઓપન દરમિયાન સવારે 9.02 વાગ્યે સેન્સેક્સ 326.48 અંક ઉપર 50124.20ના સ્તર અને નિફ્ટી 82.90 અંક ઉપર 14730.80ના સ્તર પર હતું.
અગાઉ 21 જાન્યુઆરીએ ઈન્ડેક્સ પ્રથમ વખત 50184 પર પહોંચ્યો હતો.