News Continuous Bureau | Mumbai
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી પર બ્રેક લાગી છે.
બજારમાં પ્રારંભિક તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં આવી ગયા છે.
હાલ સેન્સેક્સ 468.29 અંક ઘટીને 57,395.64 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફટી પણ 130.10 અંક ઘટીને 17,156.95 પર ટ્રેડ કરી રહ્યો છે
જોકે, સત્રની શરૂઆત પહેલા એવા સંકેતો મળ્યા હતા કે આજે પણ બજારમાં તેજી જોવા મળી શકે છે.
આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : PM મોદીની મહેનત રંગ લાવી. અમેરિકા બાદ આ દેશે ભારતને પરત કરી 29 મૂલ્યવાન કલાકૃતિઓ, વડાપ્રધાન મોદીએ કર્યું નિરીક્ષણ.. જુઓ તસવીરો જાણો વિગતે