ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
શાહપુરજી પાલનજી ગ્રુપે 151 વર્ષ જૂની કંપની ટાટા સન્સમાંથી પોતાની હિસ્સેદારી વેચી ટાટા સમૂહ થી અલગ થશે, એવી માહિતી એસપી ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. આ સાથે જ ભારતના બે સૌથી મોટા જૂથ વચ્ચે 70 વર્ષ જૂના વ્યવસાયિક સંબંધોનો અંત આવશે. નોંધનીય છે કે શાહપુરજી પાલનજી ગ્રુપ 18.5 ટકા હિસ્સો ટાટા જુથમાં ધરાવે છ.
એસપી ગ્રૂપે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ટાટા સન્સમાંથી તેઓનું છુટા પડવું શેરહોલ્ડરોના હિતમાં જ રહેલું છે, કારણ કે કાયદાકીય લડાઈ થી ગ્રાહકોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ટાટા જૂથે શાહપુરજી પાલનજી ગ્રૂપ સામે મદદનો હાથ લંબાવ્યો છે. ટાટા જૂથે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે એસપી ગ્રુપ નો 18.5 ટકા હિસ્સો તેઓ ખરીદવા તૈયાર છે.
સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ આગામી 28 ઓક્ટોબર સુધી બન્ને પક્ષો પોતાની કંપનીના શેર બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી શકશે નહીં કે ગિરો મૂકી શકશે નહીં.. ઉલ્લેખનીય છે કે શાપુરજી પાલનજી ગ્રુપના દિકરા સાયરસ મિસ્ત્રીને વર્ષ 2016માં ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવામાં આવ્યા હતા ત્યારથી ટાટા ગ્રુપ અને સાઇરસ મિસ્ત્રી વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે..