Site icon

શું તમે જાણો છો શાપૂરજી પાલનજી ગ્રુપનો ભવ્ય ઈતિહાસ- મુંબઈની આ ઐતિહાસિક વિરાસતોનું કર્યું છે બાંધકામ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું(businessman Cyrus Mistry) રવિવારે પાલઘરમાં(Palghar) રોડ અકસ્માતમાં (road accident) ઘટનાસ્થળે  મોત નીપજ્યું હતું. સાયરસ મિસ્ત્રી પ્રખ્યાત ઉદ્યોગપતિ પાલનજી શાપુરજીના(Palanji Shapurji) નાના પુત્ર હતા. સાયરસ મિસ્ત્રી શાપૂરજી પાલનજી ગ્રુપના વારસ(Heir of Shapoorji Palanji Group) હતા. શાપૂરજી પાલનજી ગ્રુપનો એક ભવ્ય ઈતિહાસ રહ્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈમાં ગિરગાંવ ફૂટપાથથી(Girgaon Footpath) લઈને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના (Central Railway Station) નિર્માણમાં શાપૂરજી પાલનજી ગ્રુપનો ફાળો રહ્યો છે. મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનનું બાંધકામ તેમણે માત્ર 21 મહિનામાં કર્યું હતું. ગ્રુપની કંપનીની સ્થાપના 1865માં લિટલવુડ પાલનજીની ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવી હતી. કંપનીને પહેલું કામ ગિરગાંવ ચોપાટી પર ફૂટપાથ બાંધવાનું હતું. આ પછી કંપનીને મલબાર હિલ (Malabar Hill) ખાતે જળાશય (reservoir) બાંધવાનું કામ મળ્યું.

મિડિયા હાઉસના અહેવાલ મુજબ કંપનીએ મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ (Brabourne Stadium) અને દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ(Jawaharlal Nehru Stadium) પણ બનાવ્યું હતું. કંપનીએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનનું પણ નિર્માણ કર્યું હતું. તે સમયે આ બાંધકામનો ખર્ચ 1.6 કરોડ હતો. મુંબઈના તત્કાલિન ગવર્નર દ્વારા 21 મહિનામાં કામ પૂર્ણ કરવા બદલ કંપનીની પ્રશંસા કરવામાં આવી હતી.

મિડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ બાદમાં શાપૂરજી મિસ્ત્રીએ(Shapoorji Mistry) 1930માં તેમનો પારિવારિક બિઝનેસ શરૂ કર્યો અને તે જ સમયે તેમણે દોરાબજી ટાટા પાસેથી ટાટા ગ્રુપમાં હિસ્સો ખરીદ્યો. તેમણે ટાટા ગ્રુપમાં 18.5 ટકા હિસ્સો ખરીદ્યો હતો. મિસ્ત્રી પરિવાર એકમાત્ર એવો પરિવાર છે જેમાં ટાટા ગ્રુપમાં તેમનો હિસ્સો છે. આ સિવાય 66 ટકા હિસ્સો ટાટા જૂથના વિવિધ ટ્રસ્ટો પાસે છે. સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર: બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રી નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

મિડિયા હાઉસના અહેવાલ મુજબ મિસ્ત્રી પરિવાર 1936માં ટાટા સન્સમાં જોડાયો હતો. ટાટા પરિવારના વેપારી મિત્ર શેઠ એડુલજી દિનશોએ ટાટા સન્સમાં 12.5 ટકા હિસ્સો રાખ્યો હતો. 1936માં દિનશોના મૃત્યુ પછી, સાયરસ મિસ્ત્રીના દાદા શાપૂરજી પાલનજી મિસ્ત્રીએ તેમના 12.5 ટકા શેર ખરીદ્યા. તે જ વર્ષે જે.આર.ડી ટાટાની બહેન સાયલા અને ભાઈ દોરાબે પણ તેમના કેટલાક શેર શાપુરજીને વેચી દીધા હતા. તેનાથી ટાટા સન્સમાં તેમનો હિસ્સો વધીને 17.5 ટકા થયો હતો.

શાપુરજીના અનુગામી તેમના પુત્ર પાલનજી શાપુરજીએ 1975માં ટાટા સન્સમાં(Tata Sons) જોડાયા હતા. 2005માં, સાયરસ મિસ્ત્રી ટાટા સન્સમાં ડિરેક્ટર તરીકે જોડાયા. મિસ્ત્રી પરિવાર અને તેમની કંપનીઓ હાલમાં ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો ધરાવે છે. તેઓ ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ (Tata Trust) પછી બીજા સૌથી મોટા શેરહોલ્ડર(shareholder) છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ 66 ટકા હિસ્સો ધરાવે છે.

દરમિયાન, જૂથે મુંબઈમાં કેટલાક મહત્વપૂર્ણ સીમાચિહ્નો પણ બનાવ્યા છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) અને તાજમહેલ પેલેસ(Taj Mahal Palace) હોટેલનો સમાવેશ થાય છે. શાપૂરજી પાલનજી ગ્રુપ 6 મોટા સેગમેન્ટમાં કામ કરે છે જેમ કે એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર પાવર અને ફાઇનાન્સિયલ સર્વિસિસ. આ ગ્રુપમાં 18 મોટી કંપનીઓ છે. આ ગ્રુપનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે અને ગ્રુપમાં લગભગ 50 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : સતત ચોથી વખત ફોરેક્સ રીઝર્વમાં થયો ઘટાડો- આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું- જાણો આંકડા
 

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version