Site icon

Bajaj Auto Share: બજાજ ઓટોમાં આજથી શરુ થશે શેર બાયબેક ઓફર, આ ઓફર 8 દિવસ માટે ખુલ્લી છે.. જાણો શેરધારકોને કેટલો થશે ફાયદો

Bajaj Auto Share: બજાજ ઓટોએ સોમવારે, 4 માર્ચે શેર બાય બેક કરવા માટે આ ઓફરની જાહેરાત કરી હતી. આ શેર બાયબેક ઓફર આજથી આગામી 8 દિવસ માટે ખુલી રહશે. તેનો અર્થ એ કે કંપની તેના શેરધારકો પાસેથી 6 માર્ચથી 13 માર્ચે બિઝનેસ બંધ થવા સુધી તેના શેર બાયબેક કરવા જઈ રહી છે..

Share buyback offer will start in Bajaj Auto from today, this offer is open for 8 days.. Know how much the shareholders will benefit..

Share buyback offer will start in Bajaj Auto from today, this offer is open for 8 days.. Know how much the shareholders will benefit..

News Continuous Bureau | Mumbai 

Bajaj Auto Share: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની બજાજ ઓટો ( Bajaj Auto ) તેના શેરધારકો માટે એક મોટી તક લઈને આવી છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓમાંની એક બજાજ ઓટોએ શેરની બાયબેકની ( buyback ) જાહેરાત કરી છે. આ શેર બાયબેક ઓફર આજેથી ખુલ્લું રહેશે. 

Join Our WhatsApp Community

બજાજ ઓટોએ સોમવારે, 4 માર્ચે શેર બાય બેક ( Share buy back ) કરવા માટે આ ઓફરની જાહેરાત કરી હતી. આ શેર બાયબેક ઓફર આજથી આગામી 8 દિવસ માટે ખુલી રહશે. તેનો અર્થ એ કે કંપની તેના શેરધારકો પાસેથી 6 માર્ચથી 13 માર્ચે બિઝનેસ બંધ થવા સુધી તેના શેર બાયબેક કરવા જઈ રહી છે. કંપનીની આ ઓફરમાં તેના શેરધારકોને ( shareholders ) મોટી આવક થવા જઈ રહી છે.

  આ ઓફરમાં, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 40 લાખ સુધીના શેર ખરીદવાની યોજના ધરાવે છે…

કંપનીએ આ ઓફર માટે 29 ફેબ્રુઆરીની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે 29 ફેબ્રુઆરી સુધી બજાજ ઓટોના શેર ધરાવનારા શેરધારકો જ આ ઓફરનો લાભ મેળવી શકશે. બજાજ ઓટોની આ શેર બાયબેક ઓફર ઘણી મોટી છે. આ ઓફરમાં, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 40 લાખ સુધીના શેર ખરીદવાની યોજના ધરાવે છે. આ કંપનીના 1.41 ટકા હિસ્સાની બરાબર છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi farmers : પરિવર્તનના 10 વર્ષ, મોદી સરકાર લાવી કૃષિમાં ક્રાંતિ; ખેડૂતોનું સશક્તિકરણ માટે કર્યા અભૂતપૂર્વ પહેલો અને પ્રયાસો

કંપનીએ શેર ( Stock Market ) બાયબેકની કિંમત 10,000 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. હાલમાં બજાજ ઓટોના એક શેરની કિંમત 8,350 રૂપિયા છે. સોમવારે ઓફરની જાહેરાત બાદ બજાજ ઓટોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગઈ કાલે મંગળવારે આ સ્ટૉક 1.74 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જો કે, સોમવારે એક શેરની કિંમત 8,042.75 રૂપિયા હતી. એટલે કે, આ ઓફર હેઠળ લાભ મેળવનાર શેરધારકોને એક જ વારમાં લગભગ 24 ટકાનો નફો થશે.

જે શેરધારકો પાસે 29 ફેબ્રુઆરી સુધી કંપનીના શેર છે. તેઓ બજાજ ઓટોની આ શેર બાયબેક ઓફરમાં બિડ કરી શકશે. રિઝર્વ કેટેગરી માટે બાયબેકની હકદારી રેકોર્ડ તારીખે રાખવામાં આવેલ દરેક 27 શેર માટે 7 શેર નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે, સામાન્ય શ્રેણીના શેરધારકો દરેક 82 શેર માટે 1 શેરના બાયબેક માટે બિડ કરી શકશે. બાયબેક બિડ્સ એક્સચેન્જમાં 20 માર્ચ સુધી સેટલ કરવામાં આવશે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક બ્લાસ્ટ! અમેરિકાના એક નિર્ણયે કિંમતો આસમાને પહોંચાડી, જાણો આજનો ભાવ
Sensex Nifty Live Update: શેરબજારમાં ઐતિહાસિક તેજી અમેરિકાના ટેરિફ કાપથી રોકાણકારો ગેલમાં, સેન્સેક્સ ૩,૬૦૦ પોઈન્ટ અને નિફ્ટીમાં ૮૦૦ પોઈન્ટનો તોફાની ઉછાળો
Guar Complex: સ્ટોકિસ્ટોની માગ ઘટતા ગુવાર કોમ્પ્લેક્ષમાં તેજીને બ્રેક: વાયદાનાં સ્પ્રેડમાં ૧૬ ટકા સુધીનું વળતર
Nirmala Sitharaman Viral Video: નિર્મલા સીતારમણને જ્યારે મધ્યમ વર્ગ વિશે પૂછાયો સવાલ… નાણામંત્રીના હાવભાવ જોઈ સોશિયલ મીડિયા પર શરૂ થઈ મીમ્સની વર્ષા
Exit mobile version