ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
સતત ચાર દિવસથી શેરબજારમાં જોવા મળેલી મંદીને આજે બ્રેક લાગી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 694.58 પોઇન્ટ વધીને 57,971.52 પર ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 229.85 પોઇન્ટ વધીને 17,340.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સના તમામ 30 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે. સૌથી વધુ ફાયદો NTPC માં છે જે 3.50% વધ્યો છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે રોકાણકારોએ પ્રથમ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ચાલુ સપ્તાહે મંગળવારે બજાર લાભ સાથે ખુલ્યું હતું જ્યારે ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે ફરી તેજી છવાઈ છે.