News Continuous Bureau | Mumbai
Share Market at Record High: શેર માર્કેટમાં રેકોર્ડ બનવાનો સિલસિલો યથાવત છે. સેન્સેક્સ–નિફ્ટી અને નિફ્ટી બેન્ક આજે ફરી નવા શિખરે પહોંચી ગયા છે. સેન્સેક્સે(Sensex) પ્રથમ વખત 67,000ની સપાટી વટાવી છે. 67,007.02 ના સ્તર સુધી જઈને સેન્સેક્સે દર્શાવ્યું છે કે ભારતીય શેરબજારની મજબૂતાઈ ચાલુ છે. બીજી તરફ બેન્કિંગ સેક્ટરમાં મહત્તમ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. HDFC બેંક, ICICI બેંક અને Indisind બેંકમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ સ્તરે છે બજાર
BSE નો સેન્સેક્સ 353.43 પોઈન્ટ એટલે કે 0.53 ટકાના વધારા સાથે 66,943.36 ના સ્તર પર છે. આ સિવાય NSE નો નિફ્ટી(Niftyz0 85.20 પોઈન્ટ એટલે કે 0.43 ટકાના વધારા સાથે 19,796.65 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે નિફ્ટીના 50 શેરોમાંથી 28 ઉપર અને 22 ડાઉન છે.
સેક્ટરલ ઇન્ડેક્સની સ્થિતિ
સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો ઓટો સિવાય FMCG, મીડિયા, મેટલ, PSU બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય બેંક નિફ્ટી, પ્રાઈવેટ બેંક, ફાઈનાન્સિયલ સર્વિસ, આઈટી શેરોમાં તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
સવારે બજાર કયા સ્તરે ખુલ્યું હતું
શેરબજાર(Share Market) ની આજની શરૂઆતની વાત કરીએ તો BSEનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 239.03 પોઈન્ટ એટલે કે 0.36 ટકાના વધારા સાથે 66,828.96 ના સ્તર પર ખુલ્યો. આ સિવાય એનએસઈ(NSE) નો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 76.05 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 19,787.50 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ તેનો નવો રેકોર્ડ ઉચ્ચ સ્તર હતો.
આ સમાચાર પણ વાંચો: SGB Scheme: સોનુ ખરીદવુ બન્યુ સરળ, સસ્તા ભાવમાં ખરીદો સોનુ.. સરકાર લઈને આવી હતી આ જોરદાર ઓફર.
સેન્સેક્સના આ શેરોમાં તેજી
ઇન્ફોસિસ, ICICI બેંક, HCL ટેક, NTPC, એક્સિસ બેંક, HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પાવરગ્રીડ, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, TCS, ટેક મહિન્દ્રા, વિપ્રો, M&M, ITC, બજાજ ફિનસર્વ અને ઇન્ડસઇન્ડ સેન્સેક્સ પર નફાકારક છે. બેંક શેરોમાં તેજી સાથે જોવા મળી રહી છે.
સેન્સેક્સના આ શેરો ગગડી ગયા
ટાઈટન, ટાટા મોટર્સ, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, નેસ્લે, મારુતિ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક અને જેએસડબલ્યુ સ્ટીલ ખોટ સાથે કારોબાર કરી રહ્યા છે.
