ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે જોરદાર કડાકો બોલાયો છે.
આજે સેન્સેક્સ 838.42 પોઇન્ટના ઘટાડા સાથે 54,264.26 પર તો નિફ્ટી 261.45 પોઇન્ટના ઘટાડા સાથે 16,236.60 પર કારોબાર કરી રહ્યો છે.
આજે મુખ્યત્વે ઓટો, એફએમસીજી શેર્સમાં જોરદાર ધોવાણ જોવા મળી રહ્યું છે.
ક્રુડની કિંમતો ઊંચકાતા અશોક લેલેન્ડ, આઈશર, ટાટા મોટર્સ, મારુતિના શેર્સમાં કડાકો બોલાયો છે.
