News Continuous Bureau | Mumbai
શેરબજારમાં આજે ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં મંદીની ચાલ યથાવત જોવા મળી રહી છે.
સેન્સેક્સ −47.15 પોઈન્ટના ઘટાડા સાથે 59,283.75 પર આવી ગયો છે. બીજી તરફ, NSEનો નિફ્ટી 85.50 પોઈન્ટના વધારા સાથે 17,605.25 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે બજાર કેવી રીતે ખુલ્યું..
આજે બજારની શરૂઆતમાં બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 229.21 પોઈન્ટ એટલે કે 0.39 ટકાના ઘટાડા સાથે 59,101.69 પર ખુલ્યો હતો. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 62.40 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 17,541.95 પર ખુલ્યો.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ..
સેન્સેક્સના 30માંથી 16 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને નિફ્ટીના 50માંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50માંથી 25 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
