ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 ઓગસ્ટ, 2021
મંગળવાર
એશિયન બજારોમાં ઘટાડા છતાં ઘરેલુ શેરબજારો આજે ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા છે.
બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા અને આઈટી શેરો ઝડપથી વધીને નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
સેન્સેક્સ 558 પોઇન્ટ વધીને 53,500 ને પાર કરી ગયો, જ્યારે નિફ્ટી પણ 115 પોઇન્ટના વધારા સાથે પ્રથમ વખત 16,000 ને પાર કરી ગયો છે.
આ અગાઉ 5 ફેબ્રુઆરીએ નિફ્ટી 15,000 ની સપાટી પાર ગયો હતો.
