Site icon News Continuous Bureau | Mumbai

Share Market : આને કે’વાય નસીબ આડે પાંદડું… 43 પહેલા 3500 શેર લઈને ભૂલી ગયા આ કાકા, આજે અચાનક બની ગયા અબજોપતિ, પરંતુ હવે કંપની આપવાની ના પાડે છે.. જાણો શું છે કારણ..

Share Market : કોચીમાં એક નાના રોકાણકાર હવે રૂ. 1,448 કરોડના શેરની માલિકી માટે કંપની સાથે કાનૂની લડાઈમાં છે. તેમણે આ રોકાણ લગભગ 45 વર્ષ પહેલા કર્યું હતું જ્યારે કંપની અનલિસ્ટેડ હતી.

Share Market : Man Bought 3500 Shares 43 Years Ago & Forgot About It Now Its Value Is Rs 1448 Crore

Share Market : આને કે’વાય નસીબ આડે પાંદડું… 43 પહેલા 3500 શેર લઈને ભૂલી ગયા આ કાકા, આજે અચાનક બની ગયા અબજોપતિ, પરંતુ હવે કંપની આપવાની ના પાડે છે.. જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai 

Share Market : તમે કહેવત તો સાંભળી જ હશે કે ‘ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે’. આવું જ કંઈક દક્ષિણ રાજ્ય કેરળના ( kerala ) કોચીમાં રહેતા બાબુ જ્યોર્જ વલાવી સાથે થયું છે. વાલાવીના નસીબે એવો વળાંક લીધો કે તેઓ રાતોરાત અબજોપતિ બની ગયા. વાસ્તવમાં તેમણે વર્ષ 1978માં મેવાડ ઓઈલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. શેર ખરીદ્યા પછી, બાબુ કંપનીમાં 2.8 ટકા શેરહોલ્ડર બન્યા. પરંતુ 43 વર્ષ પહેલા આ શેર ખરીદ્યા પછી ભૂલી ગયા. હવે આ શેરની કિંમત 1,448 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Channel

કંપની પૈસા ચૂકવવા માંગતી નથી

પરંતુ હવે કંપની તેમને પૈસા આપવા માંગતી નથી. તેથી બાબુ અને તેના પરિવારના સભ્યો આ મામલાને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ( SEBI ) પાસે લઈ ગયા છે. તેમણે દાવો કર્યો છે કે તે કંપનીના શેરના વાસ્તવિક માલિક છે.

શું છે સમગ્ર મામલો?

આ સંદર્ભમાં, બાબુએ કહ્યું, ‘જ્યારે તેણે શેર ખરીદ્યા ત્યારે કંપનીના સ્થાપક અધ્યક્ષ પીપી સિંઘલ અને તેઓ મિત્રો હતા. કંપની લિસ્ટેડ ન હતી અને શેર ખરીદતી વખતે કોઈ ડિવિડન્ડ ચૂકવતી ન હતી. તેથી હું અને મારો પરિવાર આ રોકાણ વિશે ભૂલી ગયા. વર્ષ 2015માં તેમને આ રોકાણ વિશે યાદ આવ્યું. પછી તેમણે તપાસ શરૂ કરી. આ દરમિયાન તેમને ખબર પડી કે કંપનીનું નામ બદલીને હવે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ કરવામાં આવ્યું છે અને તે લિસ્ટેડ કંપની બની ગઈ છે. બાબુએ તેના શેરને ડીમેટ એકાઉન્ટમાં કન્વર્ટ કરવાનો પ્રયાસ કર્યો અને એક એજન્સીનો સંપર્ક કર્યો. એજન્સીએ બાબુને કંપનીનો સીધો સંપર્ક કરવા કહ્યું. કંપનીએ બાબુને કહ્યું કે તે કંપનીનો શેરધારક નથી અને તેના શેર 1989માં અન્ય કોઈને વેચવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  World’s largest stadiums: દુનિયામાં છવાયું ભારતનું આ ક્રિકેટ સ્ટેડિયમ, મેલબર્નથી વધારે તેનો સ્વેગ..

કંપનીએ પણ તપાસ કરી, તમામ દસ્તાવેજો અસલી છે.

બાબુનો આરોપ છે કે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે ડુપ્લીકેટ શેરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે તેના શેર અન્ય કોઈને વેચ્યા હતા. 2016માં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે બાબુને મધ્યસ્થી માટે દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ બાબુએ ના પાડી હતી. આ પછી કંપનીએ બાબુના દસ્તાવેજો તપાસવા માટે બે વરિષ્ઠ અધિકારીઓને કેરળ મોકલ્યા. કંપનીએ સ્વીકાર્યું કે બાબુ પાસે રહેલા દસ્તાવેજો સાચા છે, પરંતુ તેણે કોઈ પગલાં લીધાં નથી. આ અંગે બાબુએ સેબીને ફરિયાદ કરી છે.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version