News Continuous Bureau | Mumbai
શેર બજાર (Share Market) માં કયો શેર ક્યારે ચમકશે તે કહેવું સહેલું નથી. સાથે જ શેર બજારમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. હવે સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) એ ભારતીય શેર બજારમાં જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે અને ફરી એકવાર તેમની ઓલ ટાઈમ હાઈ પ્રાઈઝ પણ તોડી નાખી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એકવાર નવા રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો છે. સેન્સેક્સે જ્યા 61,955.96નો નવો હાઈ બનાવ્યો તો જ્યારે નિફ્ટીએ 18,427.95 ની ઊંચી સપાટી બનાવી છે.
આ શેરોમાં જોવા મળી મજબૂતી
આ સાથે જ બજારમાં ત્રણ શેરોએ રોકાણકારોને સારો નફો આપ્યો છે અને ત્રણેય શેરોએ તેમના રોકાણકારોને (investors) માલામાલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેની સાથે તેણે 15 નવેમ્બર 2022 ના રોજ 52 અઠવાડિયાના હાઈ પ્રાઈઝને પણ સ્પર્શ કર્યો છે. જેમાં રેલ વિકાસ, એપોલો ટાયર્સ અને ઈન્ડિયન બેંકનો સમાવેશ થાય છે. આ ત્રણેય કંપનીઓના શેર 52 સપ્તાહના ઊંચા ભાવને સ્પર્શી ગયા છે.
આ સમાચાર પણ વાંચો: SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ફટકો, બેંકે બદલ્યા નિયમ: સમાચાર સાંભળી કસ્ટમર્સના છૂટ્યા પરસેવા
Rail Vikas
Rail Vikas ના સ્ટોકમાં ઘણો વધારો થયો છે. શેર 15મીએ 61.60 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ સાથે શેરે 61.75 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે. તેની 52 સપ્તાહની લો પ્રાઈઝ 29 રૂપિયા છે.
Apollo Tyres
આ સિવાય Apollo Tyres માં પણ તેજી જોવા મળી છે. Apollo Tyres નો શેર 15મીએ 298 રૂપિયા બંધ રહ્યો હતો. તેની સાથે શેર 303.60 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી કિંમતને સ્પર્શી ગયો છે અને તેની 52 સપ્તાહની નીચી કિંમત 165.25 રૂપિયા છે.
Indian Bank
Indian Bank ના શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. Indian Bank નો શેર 15 નવેમ્બરે 273 રૂપિયા પર બંધ થયો હતો. શેરે 273.50 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે. બીજી તરફ ઈન્ડિયન બેંક (Indian Bank) ની 52 સપ્તાહની લો પ્રાઈસ 130.90 રૂપિયા રહી છે.
આ સમાચાર પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો! ધનુષ્યબાણ ચિહ્નને લઈને દિલ્હી હાઈકોર્ટે લીધો આ મોટો નિર્ણય
નોંધ – કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરુર લો.