ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં શેરબજારે નવો રેકોર્ડ બનાવ્યો છે.
આજે સેન્સેક્સ રેકોર્ડ 54,911.95 અને નિફ્ટી 16,385.70 પર ખૂલ્યો.
અત્યાર સુધી ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 55,192.30 અને નિફ્ટી 16,466.10 ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો છે.
નિષ્ણાતોના મતે કોરોના કાળ દરમિયાન દુનિયાભરમાં સરકારો બજારમાં નાણાનો પૂરવઠો વધાર્યો હોવાના કારણે હાલ બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
ભારત શેરબજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 318 અંક વધી 54,843 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 82 અંક વધી 16364 પર બંધ રહ્યો હતો.
જય બજરંગ બલી! ગુજરાતના આ શહેરના 108 મંદિરોમાં લાઉડ સ્પીકરથી દિવસમાં 2 વાર થશે હનુમાન ચાલીસાનો પાઠ
