ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
નવા વર્ષના બીજા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સ્થાનિક શેરબજારે જોરદાર શરૂઆત કરી છે.
બીએસઇનો મુખ્ય શેર સૂચકાંક સેન્સેક્સ 499 પોઈન્ટના વધારા સાથે 60,244 ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 150 વધીને 17,962.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.
કારોબારની શરૂઆતની ગણતરીની પળોમાં માર્કેટ કેપમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
કોટક ICICI બેન્ક, AXIS બેન્ક, HDFC બેન્ક, TCS અને મારુતિ NSE પર ટોચના નિફ્ટી ગેનર્સમાં સામેલ છે.
વિપ્રો, સિપ્લા, સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ અને હિન્દાલ્કો લાલ નિશાન સાથે ટોપ લુઝર્સમાં છે.