Site icon

Share Market: શેરબજારમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોએ તેમના 5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા.. જાણો શું છે કારણ..

Share Market: સેન્સેક્સ અને નિફ્ટીમાં 29 મેના રોજ સતત ચોથા દિવસે ઘટાડો ચાલુ રહ્યો હતો. જેમાં સેન્સેક્સ 620 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી 22,700ની નજીક બંધ રહ્યો હતો. આ ઘટાડાને કારણે શેરબજારમાં રોકાણકારોને મોટું નુકસાન થઈ હતું.

Share Market The stock market fell again today, investors lost their 5 lakh crore rupees in the last four days

Share Market The stock market fell again today, investors lost their 5 lakh crore rupees in the last four days

 News Continuous Bureau | Mumbai 

Share Market: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં હાલ વેચવાલીનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. તેથી શેરબજારમાં બુધવારે સતત ચોથા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 667.55 પોઈન્ટ ઘટીને 74,502.90 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી પણ 183.45 પોઈન્ટ ઘટીને 22,704.70 પોઈન્ટ પર બંધ થયો હતો. 

Join Our WhatsApp Community

લોકસભા ચૂંટણીના ( Lok Sabha Elections ) પરિણામો 4 જૂને આવશે. તે પહેલા આજના ટ્રેડિંગ સેંશનમાં (  trading session ) બેકિંગ અને આઈટી શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં પાવર ગ્રીડ, નેસ્લે, સન ફાર્મા, આઈટીસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં વધારો થયો હતો.

  Share Market: આ સમયે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી ખોટમાં રહ્યું છે.

શેરબજારમાં ( Stock Market ) હાલ ચાલી રહેલા આ સતત ઘટાડાથી રોકાણકારોને હવે ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોને આમાં 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હકીકતમાં, જ્યારે 23 મેના રોજ બજાર બંધ થયું હતું, ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ( Market Cap ) રૂ. 4,20,22,635.90 કરોડ હતું, જે 29 મેના રોજ ઘટીને રૂ. 4,15,09,990.13 કરોડ થયું હતું. આ રીતે રોકાણકારોને છેલ્લા 4 દિવસમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો:  Dhruv Rathee Video: વોટ્સએપ ગ્રૂપ પર પીએમ મોદીની ટીકા કરતો ધ્રુવ રાઠીનો વિડિયો શેર કરવા બદલ વસઈના વકીલ સામે ગુનો નોંધાયો..

દરમિયાન, એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી ખોટમાં રહ્યું હતું. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નફામાં રહ્યો હતો. યુએસ બજાર મંગળવારે મિશ્ર સેન્ટિમેન્ટ સાથે બંધ થયું હતું. જેમાં વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ હાલ 0.21 ટકા વધીને US$84.40 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મંગળવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 65.57 કરોડના શેરની ખરીદી કરી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version