Site icon News Continuous Bureau | Mumbai

Share Market : મોટા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 274 પોઈન્ટ નીચે, નિફ્ટી પણ ધડામ

Share Market: સ્થાનિક શેરબજારે સોમવારે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક સેન્સેક્સ 274 પોઈન્ટ ઘટીને 67564 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો

Share Market: The stock market opened with a big fall, Sensex down 274 points, Nifty also rallied.

Share Market: The stock market opened with a big fall, Sensex down 274 points, Nifty also rallied.

News Continuous Bureau | Mumbai

Share Market: સ્થાનિક શેરબજારે સોમવારે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક સેન્સેક્સ ( Sensex) 274 પોઈન્ટ ઘટીને 67564 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બેન્ચમાર્ક નિફ્ટીમાં( Nifty )  પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી લગભગ 56 પોઈન્ટની નબળાઈ સાથે ખુલ્યો. બજાર ખુલતાની સાથે જ તે 20,136 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો. આજના ટ્રેડિંગ ( Trading ) દરમિયાન, ટાટા સ્ટીલ, BEL અને ONGC જેવા શેરો પર ધ્યાન કેન્દ્રિત થવાની ધારણા છે.

Join Our WhatsApp Channel

છેલ્લા સત્રમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો

મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક શેરબજાર શુક્રવારે તેજી સાથે બંધ થયું હતું. NSEનો બેન્ચમાર્ક નિફ્ટી 20,222ની નવી ઊંચી સપાટીએ ચઢ્યા બાદ 20,192ના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સ પણ 67,927 પોઈન્ટની નવી ટોચને સ્પર્શ્યા બાદ 67,838ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 230 પોઇન્ટના વધારા સાથે 46,231 પર બંધ થયો હતો.સત્ર દરમિયાન સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.27 ટકા વધ્યો હતો, જ્યારે મિડ-કેપ ઇન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  PM Modi: સંસદના વિશેષ સત્ર પહેલા PM મોદીનું સંબોધન, કહ્યું- સત્ર ટૂંકુ પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ.

આ સપ્તાહે રોકાણકારોની આના પર રહેશે નજર

આ અઠવાડિયે ઘણી મોટી ઘટનાઓ બની શકે છે. રોકાણકારો આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની પોલિસી બેઠક, વૈશ્વિક ઉથલપાથલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ પર નજર રાખશે. જો આપણે બજારના શેરો પર નજર કરીએ તો, ટાટા સ્ટીલ, આઇશર મોટર્સ, HDFC લાઇફ, પાવર ગ્રીડ કોર્પ અને M&M નિફ્ટીમાં ટોપ ગેઇનર કેટેગરીમાં હતા, જ્યારે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, HCL ટેક્નોલોજી અને ટેક મહિન્દ્રાને નુકસાન થયું હતું.

સપ્તાહના પ્રથમ સત્રમાં વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો છે. એશિયન માર્કેટમાં પણ નરમાઈ છે. ગયા શુક્રવારે અમેરિકન બજારમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નાસ્ડેક લગભગ 1.5 ટકા ઘટ્યો હતો. સોમવારે પ્રી-ઓપનિંગમાં પણ ભારતીય શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 75.72 પોઈન્ટ્સ નબળો પડીને 67762.91 પોઈન્ટના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 62.30 પોઈન્ટ ઘટીને 20,130ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

 

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version