Site icon

Iran Israel Conflict: ચાર દિવસમાં ડૂબ્યા 9.30 લાખ કરોડ. હજી કેટલા પૈસા ડૂબશે?

Iran Israel Conflict: 10 એપ્રિલના રોજ, BSE સેન્સેક્સે ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ વખત 75,000ના આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. તે દિવસે ઈન્ડેક્સ 75038ના આંકડે બંધ થયો. પરંતુ આ પછી શેરબજારમાં ટ્રેડિંગના ચાર સેશનમાં સેન્સેક્સ 2500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.

Iran Israel Conflict 9.30 lakh crore rupees were washed away in just 4 days in the stock market, this is how the market changed in a moment..

Iran Israel Conflict 9.30 lakh crore rupees were washed away in just 4 days in the stock market, this is how the market changed in a moment..

News Continuous Bureau | Mumbai

Iran Israel Conflict: ભારતીય શેરબજારમાં 12 એપ્રિલ, 2024 થી છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં ( trading session ) સતત ઘટાડો જોવા મળ્યો છે અને આ ઘટાડાને કારણે ભારતીય રોકાણકારોની સંપત્તિમાં રૂ. 9.30 લાખ કરોડનું નુકસાન થયું છે. ગુરુવારે, 18 એપ્રિલે, ભારતીય બજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 392.89 લાખ કરોડ થયું છે, જે 10 એપ્રિલ, 2024ના રોજ રૂ. 402.16 લાખ કરોડ હતું.

Join Our WhatsApp Community

10 એપ્રિલના રોજ, BSE સેન્સેક્સે ઈતિહાસ રચ્યો હતો અને પ્રથમ વખત 75,000ના આંકડાને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. તે દિવસે ઈન્ડેક્સ 75038ના આંકડે બંધ થયો. પરંતુ આ પછી શેરબજારમાં ટ્રેડિંગના ચાર સેશનમાં સેન્સેક્સ 2500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો ( National Stock Exchange ) નિફ્ટી પણ 750 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.

 Iran Israel Conflict: ઈરાનના ઈઝરાયલના હુમલા બાદ શેરબજારમાં ધડાકો..

શેરબજારમાં ( stock market ) લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન 10 એપ્રિલના રોજ 402.16 લાખ કરોડ રૂપિયા હતું, જે 18 એપ્રિલે ઘટીને 392.89 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. મતલબ કે માર્કેટમાં માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને ( investors ) રૂ. 9.27 લાખ કરોડનું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai News: મુંબઈ શહેરમાં બેફામ ઝડપે વધી રહેલા વાહનો. કઈ રીતે ટ્રાફિક અને પ્રદૂષણ ઓછું થશે? જાણો રસપ્રદ આંકડા..

વાસ્તવમાં, 13 એપ્રિલ, 2024 ના રોજ મોડી રાત્રે, ઇરાને ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો. મધ્ય પૂર્વમાં આ વધેલા તણાવને કારણે સોમવાર 15 એપ્રિલથી વૈશ્વિક બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે 26 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે વિશ્વભરના નાણાકીય બજારોમાં ચિંતા વધી ગઈ છે. ક્રૂડ ઓઈલ સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. તેથી વૈશ્વિક સપ્લાય ચેઈનને પણ અસર થઈ શકે છે. જેના કારણે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં મોંઘવારી દરમાં વધારો થયા બાદ ત્યાંની સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબની શક્યતા પણ શેરબજારમાં ઘટાડાનું એક મોટું કારણ છે અને તેથી ભારતીય બજાર પણ આનાથી અળગું નહી રહી શકે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version