News Continuous Bureau | Mumbai
Jio Platforms IPO Sets 13 Records રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ પાંખ ‘જિયો પ્લેટફોર્મ્સ’ (Jio Platforms) ના આઈપીઓએ ભારતીય શેરબજારના પ્રાઇમરી માર્કેટમાં ઈતિહાસ રચી દીધો છે. લિસ્ટિંગના દિવસે સામે આવેલી વિગતો અનુસાર, કંપનીના રૂ. ૩૦,૧૮૮ કરોડના મેગા ઈશ્યૂએ ૧ કે ૨ નહીં પરંતુ કુલ ૧૩ સર્વોચ્ચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. દેશના અત્યાર સુધીના આ સૌથી મોટા આઈપીઓને ૧.૩૮ કરોડથી વધુ રોકાણકારોની અરજીઓ મળી હતી, જ્યારે પબ્લિક રોકાણકારો તરફથી આશરે રૂ. ૪.૯ લાખ કરોડની જંગી બોલી લગાવવામાં આવી હતી. આ ઈશ્યૂ ખુલ્યાના માત્ર ૧૦૦ મિનિટમાં જ ૧૦૦ ટકા સબસ્ક્રાઇબ થઈને સૌથી ઝડપી ભરાનારો મોટો આઈપીઓ પણ સાબિત થયો હતો.
Jio Platforms IPO Sets 13 Records – ₹૩૦,૧૮૮ કરોડ સાથે ભારતનો સૌથી મોટો અને સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ
જિયો પ્લેટફોર્મ્સે અગાઉના તમામ રેકોર્ડ તોડીને ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ બનવાનું ગૌરવ મેળવ્યું છે. આ ઈશ્યૂની સૌથી મોટી ખાસિયત એ રહી કે તે સંપૂર્ણપણે ૨૭ કરોડ નવા શેર જારી કરવાનો ‘ફ્રેશ ઈશ્યૂ’ હતો, જેમાં કોઈ ‘ઓફર ફોર સેલ’ (OFS) સામેલ નહોતો. એટલે કે પ્રમોટર રિલાયન્સ કે મેટા અને ગૂગલ જેવા મોટા રોકાણકારોએ પોતાનો હિસ્સો વેચ્યો નથી. આ ભંડોળમાંથી કંપની આશરે રૂ. ૨૭,૫૦૦ કરોડનો ઉપયોગ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના દેવાની ચૂકવણી માટે કરશે, જેનાથી કંપની વધુ મજબૂત નાણાકીય સ્થિતિ હાંસલ કરશે.
Jio Platforms IPO Sets 13 Records – ૧.૩૮ કરોડથી વધુ અરજીઓ અને ₹૪.૯ લાખ કરોડની વિક્રમી ડિમાન્ડ
આઈપીઓ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ કંપનીને ૧ કરોડથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. ૧.૩૮ કરોડથી વધુ કુલ અરજીઓ સાથે જિયોએ અગાઉના તમામ વિક્રમો ધ્વસ્ત કર્યા છે. જેમાં માત્ર રિટેલ કેટેગરીમાંથી જ ૧.૦૫ કરોડથી વધુ અરજીઓ આવી હતી. સંસ્થાકીય રોકાણકારો (QIB) કેટેગરી ૭૦.૫૫ ગણી ભરાઈ હતી અને તેમાં રૂ. ૩.૮૭ લાખ કરોડની બોલી આવી હતી, જ્યારે રિલાયન્સના શેરધારકોના ક્વોટામાં ૨૧ લાખથી વધુ અરજીઓ સાથે રૂ. ૧૯,૦૦૦ કરોડની બિડ નોંધાઈ હતી. એચએનઆઈ (HNI) કેટેગરીમાં પણ નાના-મોટા રોકાણકારોએ અસાધારણ ઉત્સાહ દર્શાવ્યો હતો.
Jio Platforms IPO Sets 13 Records – માત્ર ૧૦૦ મિનિટમાં ફૂલ સબસ્ક્રિપ્શનથી લઈને દલાલ સ્ટ્રીટ પર જબરદસ્ત ડેબ્યૂ
સામાન્ય રીતે મોટા કદના આઈપીઓને સંપૂર્ણ ભરાવા માટે દિવસોનો સમય લાગતો હોય છે, પરંતુ જિયોનો આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યાની ગણતરીની ૧૦૦ મિનિટમાં જ પૂરેપૂરો ભરાઈ ગયો હતો. રિટેલ, એચએનઆઈ અને ક્યુઆઈબી ત્રણેય ક્ષેત્રોમાં મળેલા અસાધારણ પ્રતિસાદ બાદ શેરબજારમાં ૨૧ ટકાના મજબૂત પ્રીમિયમ સાથે લિસ્ટ થઈને કંપનીએ શેરધારકોને માલામાલ કર્યા છે. આ ઐતિહાસિક ૧૩ રેકોર્ડ્સ સાથે જિયો પ્લેટફોર્મ્સે વૈશ્વિક સ્તરે ભારતીય કેપિટલ માર્કેટની ક્ષમતા અને સ્થાનિક રોકાણકારોની તાકાતનો પરચો આપ્યો છે.
👉 આ સમાચાર વાચો:
Supreme Court Questions EC ૨૦૨૬ની મતદાર યાદીમાં નામ, છતાં નવું ફોર્મ કેમ? સુપ્રીમ કોર્ટના તીખા સવાલથી ચૂંટણી પંચમાં ભારે ખળભળાટ
