News Continuous Bureau | Mumbai
LIC Share: દેશની સૌથી મોટી વીમા કંપની LICના શેર પ્રથમ વખત રૂ. 1000ને પાર કરવામાં સફળ રહ્યા હતા. સોમવારે BSEમાં કંપનીના શેર 8.8 ટકાના ઉછાળા સાથે 1027.95 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. જોકે, બપોરે 1 વાગ્યાની આસપાસ કંપનીનો શેર ફરી એકવાર રૂ.1000 થી નીચે ગયો હતો.
સોમવારે, BSE પર LICનો શેર રૂ. 954 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગ ( Trading ) દરમિયાન રૂ. 1028 સુધી ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ માર્કેટમાં ઓલ રાઉન્ડ સેલિંગને કારણે તે રૂ.1000 પર બંધ થયો હતો.
છેલ્લા એક વર્ષમાં શેરે રોકાણકારોને 65.99 ટકા વળતર આપ્યું છે….
શેરબજારમાં ( stock market ) ઉછાળા વચ્ચે LICનું માર્કેટ કેપ ( Market Cap ) રૂ. 35,230.25 કરોડ વધીને રૂ. 6,32,721.15 કરોડ પર પહોંચી ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં LICના શેરમાં 20 ટકાનો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : Fake Recruitment Racket : રેલવેમાં ભરતીના નામે ચાલતો રેકેટનો થયો પર્દાફાશ, આટલા કરોડ રુપિયાની કરાઈ હતી છેતરપિંડી..
છેલ્લા 6 મહિનામાં LICએ રોકાણકારોને ( investors ) 51.90 ટકા એટલે કે રૂ. 340.20નું વળતર આપ્યું છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં શેરે રોકાણકારોને 65.99 ટકા વળતર આપ્યું છે.
દેશની સૌથી મોટી વીમા કંપની LIC મે 2022માં શેરબજારમાં લિસ્ટ થઈ હતી. તે સમયે, સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. ત્યારે સરકાર હજુ પણ કંપનીમાં 96.5 ટકા હિસ્સો ધરાવે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)