Site icon

Market Wrap : શેરબજારમાં તોફાની તેજી! સેન્‍સેક્‍સ 900 પોઈન્‍ટ ઉછળ્‍યો, નિફ્‌ટી પણ નવી ટોચે.. રોકાણકારોને થઈ કરોડોની કમાણી..

Market Wrap : શેર બજારમાં આજે પણ તેજીનું વલણ પણ ચાલુ રહ્યું હતું, જેમાં મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નવા ઓલ-ટાઇમ હાઈને સ્પર્શ્યા હતા. ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ 929.60 (1.33%) પોઈન્ટના વધારા સાથે 70,514.20 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 256.36 (1.23%) પોઈન્ટના વધારા સાથે 21,182.70 પર બંધ થયો હતો.

Market Wrap Sensex ends at record high, skyrockets 930 pts; Nifty near 21,200

Market Wrap Sensex ends at record high, skyrockets 930 pts; Nifty near 21,200

 News Continuous Bureau | Mumbai

Market Wrap : ભારતીય શેરબજારમાં ( Indian stock market ) આજે ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. ગ્રીન માર્ક પર શરૂઆત કર્યા પછી, બજારમાં બંને સૂચકાંકો નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. એક તરફ સેન્સેક્સ ( Sensex ) 1000થી વધુ પોઈન્ટ ઉછળીને 70,602.89ના સ્તરે પહોંચ્યો હતો, તો બીજી તરફ નિફ્ટીએ ( Nifty ) પણ જોરદાર ઉછાળા સાથે 21,210.90ના નવા ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. આ પહેલા બુધવારે છેલ્લા ટ્રેડિંગ ( Trading ) દિવસે સેન્સેક્સ 69,584.60 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી-50 255.40 પોઈન્ટ અથવા 1.22 ટકાના વધારા સાથે 21,181.70 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Join Our WhatsApp Community

ઈન્ડેક્સ મજબૂત ઉછાળા બાદ રોકેટ બની ગયો

બજારની શરૂઆત સાથે, બીએસઈનો ( BSE ) સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે 656.84 પોઈન્ટ અથવા 0.94 ટકાના વધારા સાથે 70,241.44ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે એનએસઈનો ( NSE ) નિફ્ટી પણ 187.300 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 21,113.60ના સ્તરે ખુલ્યો હતો. માર્કેટ ઓપનિંગ સમયે, લગભગ 1952 શેર્સમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 353 શેર હતા જેણે લાલ નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સિવાય 70 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ટ્રેડિંગના અડધા કલાકની અંદર સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો હતો અને હવે તે નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયો છે.

આઈઆરએફસી ( IRFC ) સહિતના આ શેરોમાં તોફાની તેજી

ગુરુવારે શેરબજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે ઘણી કંપનીઓના શેરમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. દરમિયાન, IRFCના શેર 12 ટકાની સૌથી ઝડપી વૃદ્ધિ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય ટેક મહિન્દ્રા, એલએન્ડટી, ઈન્ફોસીસ, એચસીએલ ટેક, બજાજ ફાઇનાન્સ, ઈન્ફોએજ, અદાણી ગ્રીન એનર્જી અને ડીએલએફ.ડીએલએફના શેરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સિવાય ફરી એકવાર સરકારી કંપનીઓના શેર રોકેટની ઝડપે વધી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Mathura Janmabhoomi case: કાશી બાદ મથુરાની શાહી ઈદગાહ મસ્જિદનો પણ થશે ASI સર્વે, હાઈકોર્ટે હિન્દુ પક્ષની આ અરજી સ્વીકારી..  

રોકાણકારોની ( investors ) સંપત્તિમાં વધારો

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. BSEનું માર્કેટ કેપ રૂ. 355.12 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ઐતિહાસિક ઉચ્ચ સ્તર છે. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

વધતા અને ઘટતા શેર

આજના ટ્રેડિંગમાં SAILના શેર 7.46 ટકા, Mphasis 7.23 ટકા, ઇન્ફોસિસ 7.04 ટકા, ઇન્ડસ ટાવર 7 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 6.58 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મેક્સ ફાઇનાન્શિયલ 3.65 ટકાના ઘટાડા સાથે, ઝી એન્ટરટેઇનમેન્ટ 2.34 ટકાના ઘટાડા સાથે, ચંબલ ફર્ટિલાઇઝર 2.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version