Site icon

Baap Of Chart : સેબીએ ‘Baap Of Chart’ ને રૂ. 17.2 કરોડનો દંડ ફટકાર્યો..

Baap Of Chart : સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ મોહમ્મદ નસીરુદ્દીન અન્સારી પર પ્રતિબંધ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ નસીરુદ્દીન અંસારી ફાઈનાન્શિયલ ફ્લૂએંસર છે. તેમને સોશિયલ મીડિયા પર Baap Of Chart કહેવામાં આવે છે. તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

SEBI has fined Rs. 17.2 crore to 'Baap Of Chart'

SEBI has fined Rs. 17.2 crore to 'Baap Of Chart'

News Continuous Bureau | Mumbai 

Baap Of Chart : સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મોહમ્મદ નસીરુદ્દીન અન્સારી(Naseeruddin Ansari) પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ નસીરુદ્દીન અંસારી ફાઈનાન્શિયલ ફ્લૂએંસર(Financial Influencer) છે. તેમને સોશિયલ મીડિયા પર Baap Of Chart કહેવામાં આવે છે. તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સેબીએ આ ફરિયાદ અંગે બુધવારે 25 ઓક્ટોબર 2023ના રોજ વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આ ક્રમમાં સેબીએ મોહમ્મદ નસીરુદ્દીન અન્સારીને બેન કર્યા હતા. તે હવે શેરબજારમાં(Stock Market) કોઈપણ પ્રકારનો સોદો કરી શકતા નથી અને આ સાથે તેમને 17.2 કરોડ રૂપિયા પણ જમા કરાવવા પડશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : VVS Laxman : વર્લ્ડકપ બાદ આ દિગ્ગજ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો હેડ કોચ, રાહુલ દ્વવિડની થઇ શકે છે છુટ્ટી!

યુટ્યુબ પર 4 લાખ, X પર 70 હજારથી વધુ ફોલોઅર્સ

મીડિયા અહેવાલ અનુસાર, સેબીના હોલ ટાઇમ ડિરેક્ટર અનંત નારાયણે આ આદેશ જારી કર્યો છે. તેમણે આદેશમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને શેરબજારમાં મજબૂત વળતરનું વચન આપીને તેઓને લલચાવવામાં આવે છે. નસીરુદ્દીન અન્સારીના યુટ્યુબ ચેનલ પર 4 લાખથી વધુ અને X પર 70,000થી વધુ ફોલોઅર્સ છે. તેઓ અનરજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ચલાવતા હતા. સેબીએ આ મામલે જાન્યુઆરી, 2021થી જુલાઈ, 2023 દરમિયાન પરીક્ષણ કર્યું હતું. આ તપાસ બાદ જ સેબીએ આ આદેશ જારી કર્યો છે. સેબીએ 45 પાનાનો વચગાળાનો આદેશ જારી કર્યો હતો.
સેબીએ કહ્યું કે નસીરુદ્દીન અંસારી ઘણા સોશિયલ મીડિયા પર પોતાને સ્ટોક માર્કેટ એક્સપર્ટ કહેતા હતા. તે તેના ફોલોવર્સને એજ્યુકેશન કોર્સ માટે નોંધણી કરવા કહે છે. ઉપરાંત, તે રોકાણકારોને શેરબજારમાં મોટો નફો આપીને પણ છેતરે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર ટ્રેનિંગ કોર્સ પણ આપતા હતા. હવે સેબીના આદેશ બાદ નસીરુદ્દીન અંસારી કોઈ પણ પ્રકારની સીધી કે પરોક્ષ ડીલ કરી શકશે નહીં. આ સિવાય તેમણે 15 દિવસમાં એસ્ક્રો એકાઉન્ટમાં 17.2 કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે. જો તેઓ આમ ન કરે તો સેબી તેમની સામે કડક કાર્યવાહી કરશે. 

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version