Site icon

Share Market Closing: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા; તો પણ રોકાણકારોને થયું કરોડોનું નુકસાન..

Share Market Closing: ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 82,220.68 પોઈન્ટના સ્તરને સ્પર્શ્યો હતો. બપોરે 1.50 વાગ્યે, સેન્સેક્સ 370 પોઈન્ટ વધીને 82,155 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 25,174.55 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો હતો.

Share Market Closing Nifty and Sensex Hit Lifetime High Amid Reliance AGM 2024

Share Market Closing Nifty and Sensex Hit Lifetime High Amid Reliance AGM 2024

News Continuous Bureau | Mumbai

 Share Market Closing: શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ હાઈ પર જઈને ઈતિહાસ રચ્યો છે.  અત્યંત અસ્થિર ટ્રેડિંગ વચ્ચે, સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે બંધ થયા. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. BSE મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.70 ટકા ઘટીને બંધ થયા છે. 

Join Our WhatsApp Community

 Share Market Closing: 

ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 349.05 પોઈન્ટ્સ અથવા 0.43 ટકા વધીને 82,134.61 પર બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 82,285.83 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો હતો. જ્યારે NSEનો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી માત્ર 99.60 પોઈન્ટ અથવા 0.4 ટકાના વધારા સાથે 25,151.95 પર બંધ થયો હતો. દિવસના કારોબાર દરમિયાન નિફ્ટી 25,192.90ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આજના કારોબાર દરમિયાન ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, ટેલિકોમ અને આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે બીજી તરફ પાવર, મેટલ, કોમોડિટી અને ઈન્ડસ્ટ્રીયલ શેરમાં ઘટાડો નોંધાયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એજીએમમાં ​​જણાવ્યું હતું કે કંપનીનું બોર્ડ 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાનું વિચારી રહ્યું છે. આ માટે કંપનીની બોર્ડ મીટિંગ 5 સપ્ટેમ્બરે મળશે. બોનસ શેરની જાહેરાત બાદ કંપનીના શેરમાં 2 ટકાનો વધારો થયો હતો.

 Share Market Closing:  રોકાણકારોને ₹31,000 કરોડનું નુકસાન થયું  

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 29 ઓગસ્ટના રોજ ઘટીને રૂ. 462.72 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવાર, ઓગસ્ટ 28ના રોજ રૂ. 463.03 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 31,000 કરોડનો ઘટાડો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 31,000 કરોડનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચોઃ  Reliance AGM: મુકેશ અંબાણીની મોટી જાહેરાત, દિવાળી પર લોન્ચ થશે Jio AI ક્લાઉડ; યુઝર્સને મફતમાં મળશે આટલા GB સ્ટોરેજ..

 Share Market Closing:  સેન્સેક્સના ટોપ 5 ગેઈનર્સ અને લુઝર્સ  શેર

આજે BSE સેન્સેક્સના 30 માંથી 21 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. તેમાં પણ ટાટા મોટર્સના શેરમાં સૌથી વધુ 4.19 ટકાનો વધારો થયો હતો. આ પછી બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને આઇટીસીના શેર 1.66 ટકાથી 2.41 ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. દરમિયાન સેન્સેક્સના બાકીના 9 શેર આજે ઘટાડા સાથે બંધ થયા હતા. આમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)ના શેર 1.11 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર હતા. જ્યારે સન ફાર્મા, JSW સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા સ્ટીલના શેરમાં 0.46 ટકાથી 0.82 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version