News Continuous Bureau | Mumbai
Share Market Crash: ભારતીય શેરબજાર આજે ઉંધા માથે પટકાયું છે. BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ અથવા 1.25% ઘટીને 24,472ના સ્તરે બંધ થયો. તે જ સમયે, નિફ્ટી બેંક પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં ICICI બેન્કના શેર ગ્રીન ઝોનમાં હતા. બાકીના તમામ 29 શેર રેટ એલર્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ શેરોમાં સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર (M&M શેર)માં 3.29 ટકા આવ્યો છે.
Share Market Crash: આજે આ શેર લગભગ 3 ટકા તૂટ્યા
JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, L&T, મારુતિ સુઝુકી, IndusInd Bank, Tata Motors, SBI જેવા શેર લગભગ 3 ટકા તૂટ્યા છે. NSEના 2,825 શેરોમાંથી 299 શેર વધ્યા હતા, જ્યારે 2,466 શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. 60 શેર યથાવત રહ્યા હતા. 48 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે 150 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા. 49 શેર અપર સર્કિટ પર અને 309 શેર લોઅર સર્કિટ પર હતા.
Share Market Crash: આ ક્ષેત્રોમાં મોટો ઘટાડો
આજે નિફ્ટી બેંકથી લઈને હેલ્થ સેક્ટર સુધીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. PSU બેન્કોમાં 4.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્મોલકેપ અને મિડકેપમાં આ ઘટાડો વધુ ગંભીર છે. BSE સ્મોલકેપમાં 2,186.12 પોઈન્ટ્સ જ્યારે BSE મિડકેપમાં 1,214.83 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market updates : શેરબજાર ખૂલતાની સાથે કડાકો, સેન્સેક્સ નિફટી બંને લાલ નિશાનમાં; રોકાણકારો ચિંતામાં…
Share Market Crash: રોકાણકારોને રૂ. 8.51 લાખ કરોડનું નુકસાન થયું
શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિને ભારે નુકસાન થયું છે. મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયો રેડ ઝોનમાં છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે ઘટીને રૂ. 444.79 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર, ઓક્ટોબર 21ના રોજ રૂ. 453.65 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 8.86 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 8.86 લાખ કરોડનો ઘટાડો થયો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
