Site icon News Continuous Bureau | Mumbai

Share Market down : શેર બજારમાં આજે પણ જોવા મળી બજેટની અસર, લાલ નિશાન પર બંધ થયું શેર માર્કેટ; સેન્સેક્સ-નિફ્ટી ડાઉન..

Share Market down : ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 280.16 પોઈન્ટ અથવા 0.35% ઘટીને 80,148.88 પર બંધ થયો. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 40.10 પોઈન્ટ અથવા 0.16% ઘટીને 24,438.95 પર બંધ થયો હતો.

Share Market down Day after Budget, share market continues fall; Sensex down by 280 points, Nifty by 65

Share Market down Day after Budget, share market continues fall; Sensex down by 280 points, Nifty by 65

 News Continuous Bureau | Mumbai

 Share Market down : ભારતીય શેરબજારમાં મંદીનો દોર ચાલુ છે. મંગળવાર બાદ આજે પણ શેર માર્કેટમાં બજેટની અસર જોવા મળી છે. આજે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 0.35 ટકા અથવા 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે 0.27 ટકા અથવા 65 પોઇન્ટ ઘટીને 24,413 પર બંધ થયો છે. 

Join Our WhatsApp Channel

 Share Market down :શેર માર્કેટમાં મંદી 

આજે બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 10 શેર લીલા નિશાન પર અને 20 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નિફ્ટીના 50 શેરોમાંથી 20 શેર લીલા નિશાન પર અને 30 શેર લાલ નિશાન પર હતા. જોકે, બજેટના બીજા દિવસે બ્રોડ માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી હતી, જેના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 3.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.68 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 1.68 ટકાના વધારા સાથે બંધ થયા છે. 

આ સમાચાર પણ વાંચો  : PMFME: ફુડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકો માટે PMFME હેઠળ પોતાનો ઉદ્યોગ શરૂ કરવાની સુવર્ણ તક.

 Share Market down :સેન્સેક્સના ટોપ ગેઇનર્સ 

આજે બીએસઈ સેન્સેક્સના 30માંથી 10 શેર આજે તેજી સાથે બંધ થયા હતા. તેમાં પણ ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 3.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ પછી NTPC, ટાટા મોટર્સ, સન ફાર્મા અને પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો અને તે 0.85% થી 2.81% ના વધારા સાથે બંધ થયા.

 Share Market down : સેન્સેક્સના ટોપ લુઝર્સ શેર

સેન્સેક્સના બાકીના 20 શેર આજે નુકસાન સાથે બંધ થયા હતા. આમાં પણ બજાજ ફિનસર્વના શેર 2.03 ટકાના ઘટાડા સાથે ટોપ લુઝર હતા. આ સિવાય બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), કોટક મહિન્દ્રા બેંક અને અદાણી પોર્ટ્સના શેર 1.33% થી 1.70% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Sensex Crash Trump Statement શેરબજારમાં ભૂકંપ.. સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
PM Modi Gold Appeal Jewellery Stocks પીએમ મોદીના આહ્વાનથી શેરબજારમાં ભૂકંપ આ એક અપીલથી ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સના શેર તૂટ્યા!
Stock Market Correction દલાલ સ્ટ્રીટમાં ધોવાણ TCS, HDFC અને રિલાયન્સની નબળાઈથી રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા
Exit mobile version