News Continuous Bureau | Mumbai
Share Market down : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ખરાબ વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર તીવ્ર ઘટાડા સાથે બંધ થયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25000 ની નીચે સરકી ગયો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 886 પોઈન્ટ ઘટીને 81000 ની નીચે 80,982 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 311 પોઈન્ટના ઘટાડા સાથે 24,699.50 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો
આજે ભારતીય શેરબજારનો સ્ટાર સ્ટોક Zomato હતો, જે ઉત્તમ પરિણામોને કારણે 12.07 ટકાના વધારા સાથે રૂ. 262.34 પર બંધ થયો હતો. આ સિવાય આજના ટ્રેડિંગમાં ઈન્ફો એજ 4.58 ટકા, IEX 2.57 ટકા, ઈન્ડિયા સિમેન્ટ્સ 2.41 ટકા, પેજ ઈન્ડસ્ટ્રીઝ 1.87 ટકા, દિવીઝ લેબ 1.49 ટકા, પિરામલ એન્ટરપ્રાઈઝ 1.42 ટકા, HDFC બેન્ક 1.24 ટકા, મહાનગર ગેસ 1.17 ટકા, સન ફાર્મા 1.17 ટકા. બાઉન્સ સાથે બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Share Market Crash : નવા શિખરો સર કરતું ભારતીય શેરબજાર આજે ઉંધા માથે પટકાયું, સેન્સેક્સ-નિફટીમાં ખૂલતાની સાથે કડાકો; રોકાણકારો ચિંતામાં..
સૌથી વધુ ઘટતા શેરોમાં કમિન્સ 7.97 ટકા, એસ્કોર્ટ્સ કુબોટા 5.90 ટકા, બિરલાસોફ્ટ 5.86 ટકા, આઇશર મોટર્સ 4.87 ટકા, મારુતિ સુઝુકી 4.74 ટકા, ટાટા મોટર્સ 4.71 ટકા, યુપીએલ 4.08 ટકા, ટ્રેન્ટ 4.03 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો થયો હતો અને માત્ર 5માં વધારો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઘટ્યા અને 8 વધ્યા.
Share Market down :રોકાણકારોને ભારે નુકસાન થયું
શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 457.23 લાખ કરોડ થયું છે, જે ગયા સત્રમાં રૂ. 461.62 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 4.39 લાખ કરોડનું નુકસાન થયું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
