Site icon

 Share Market fall : મહિનાના અંતિમ દિવસે શેરબજારમાં ઉંધા માથે પટકાયું, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર; આ શેર થઇ રહ્યા ઘટાડા સાથે ટ્રેડ…

 Share Market fall : કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 360 પોઈન્ટના ઘટાડા સાથે 85,211.78 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.35 ટકાના ઘટાડા સાથે 26,086.65 પર ખુલ્યો હતો. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા

Share Market fall Sensex Today Updates, Sensex slides 700 pts, Nifty below 26,000

Share Market fall Sensex Today Updates, Sensex slides 700 pts, Nifty below 26,000

News Continuous Bureau | Mumbai 

Share Market fall : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે અને મહિનાના છેલ્લા દિવસે શેરબજારની શરૂઆત સારી રહી નથી. આજે એટલે કે 30મી સપ્ટેમ્બરે શેરબજારના બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં ખુલ્યા હતા. પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 350 પોઈન્ટ્સથી વધુ ઘટીને 9:15 વાગ્યે નિફ્ટી 26,100ની નીચે ખૂલ્યો હતો, સેન્સેક્સ 363.09 (0.42%) ઘટીને 85,208.76 પર અને નિફ્ટી 117.65 પોઈન્ટ્સ (0.45,310%) ઘટીને ખુલ્યો હતો. આ પછી પણ બજારમાં ઘટાડો ચાલુ રહ્યો. જેના કારણે સેન્સેક્સ 85,000 ની નીચે અને નિફ્ટી 26000 થી નીચે સરકી ગયો.

Join Our WhatsApp Community

Share Market fall : સેન્સેક્સ નિફ્ટીમાં તીવ્ર ઘટાડો

સવારે 9.50 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 718.25 પોઈન્ટ્સ (0.84%) ઘટીને 84,853.60 પોઈન્ટની નજીક પહોંચ્યો હતો અને તે જ સમયે, નિફ્ટીમાં તીવ્ર ઘટાડો થયો હતો અને તે 206.30 પોઈન્ટ (0.79%) ઘટીને 25,257 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Edible Oil Prices : તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલોમાં આગ ઝરતી તેજી, કપાસિયા અને સિંગતેલના ભાવ વધ્યા ; જાણો લેટેસ્ટ રેટ..

Share Market fall : મિડકેપ અને સ્મોલકેપમાં પણ ઘટાડો

બેન્કિંગ શેરોમાં ઘટાડા સાથે, નિફ્ટી બેન્ક 335 પોઇન્ટ અથવા 0.62 ટકા ઘટીને 53,498 પર જોવા મળી રહી છે, મિડકેપ અને સ્મોલકેપમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 200 પોઈન્ટ અથવા 0.33 ટકા ઘટીને 60,180 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 63 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 19,178 પર હતો. આ સિવાય ઓટો, રિયલ્ટી, આઈટી, પીએસયુ બેંક, ફિન સર્વિસ, ફાર્મા, એનર્જી, પ્રાઈવેટ બેંક અને ઈન્ફ્રા ઈન્ડેક્સ દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, એફએમસીજી અને મેટલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં હતા.

મહત્વનું છે કે ગત ટ્રેડિગ સત્ર શુક્રવારે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 85,978.25ની નવી ઓલ-ટાઇમ હાઈને સ્પર્શ્યો હતો. તે જ દિવસે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 26,277.35 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Exit mobile version