Site icon News Continuous Bureau | Mumbai

Share Market High : હાશ… શેરબજારમાં રકાસ અટક્યો, સેન્સેક્સ 740 પોઈન્ટ વધ્યો; રોકાણકારોએ લીધો રાહતનો શ્વાસ..

Share Market High : ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદવાની જાહેરાતની આજે ભારતીય બજાર પર કોઈ અસર થઈ નથી અને ભારતીય શેરબજારમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી, 26 શેરોમાં શાનદાર વધારો જોવા મળ્યો છે, જ્યારે 4 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Share Market High Nifty snaps 10-day losing streak, ends above 22,300; Sensex soars 740 pts

Share Market High Nifty snaps 10-day losing streak, ends above 22,300; Sensex soars 740 pts

 News Continuous Bureau | Mumbai

 Share Market High :  દસ દિવસના સતત ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 740 પોઈન્ટથી વધુ વધીને 73730 ની નજીક પહોંચ્યો. જ્યારે નિફ્ટી 254 પોઈન્ટ વધીને 22337 પોઈન્ટ પર બંધ થયો. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદમાં 2 એપ્રિલથી ભારત સહિત ઘણા દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકા ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવા માંગે છે. ટૂંકમાં, અમેરિકા હવે ભારત પર એટલો જ ટેક્સ લાદશે જેટલો ભારત ટેક્સ લાદે છે.

Join Our WhatsApp Channel

 Share Market High : આ શેરમાં સૌથી વધુ 4 ટકાનો વધારો 

ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદવાની જાહેરાતની આજે ભારતીય બજાર પર કોઈ અસર થઈ નથી અને ભારતીય શેરબજારમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી, 26 શેરોમાં શાનદાર વધારો જોવા મળ્યો છે, જ્યારે 4 શેરોમાં ઘટાડો રહ્યો છે. પાવર ગ્રીડ, અદાણી પોર્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને NTPCના શેરમાં સૌથી વધુ 4 ટકાનો વધારો થયો. ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાના 5 મુખ્ય કારણો છે.

 Share Market High : આજે શેરબજાર કેમ વધ્યું?

યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે સંકેત આપ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર કેટલાક ટેરિફમાં રાહત આપી શકે છે. ખાસ કરીને કેનેડા અને મેક્સિકોથી આવતા માલ પર કર રાહત મળી શકે છે. આનાથી વૈશ્વિક બજારનું વલણ બદલાયું છે, જેના કારણે ભારતીય  બજારમાં પણ તેજી જોવા મળી છે. ટ્રમ્પની નીતિઓ વચ્ચે ચીને રાહત પેકેજની જાહેરાત કરી હોવાથી આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી છે. આ કારણે ચીની અને જાપાની બજારોમાં તેજી જોવા મળી. આવી સ્થિતિમાં, ભારતીય બજાર પણ સકારાત્મક રહ્યું.

આ સમાચાર પણ વાંચો : Trump Trade War: હવે આ દેશો ટ્રમ્પ સાથે સીધી લડાઈના મૂડમાં, અમેરિકી પ્રમુખને આપી દીધી ચિમકી; કહ્યું- અમે અંત સુધી લડવા તૈયાર..

નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 બંનેમાં લગભગ 2%નો વધારો થયો. થોડા દિવસો સુધી વેચવાલી કર્યા પછી, આજે આ સૂચકાંકોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને ટીસીએસ જેવા બ્લુ ચિપ શેરોમાં 3-4%નો વધારો જોવા મળ્યો. જેના કારણે રોકાણકારોની ખરીદી વધી છે. અમેરિકા દ્વારા ચીન, મેક્સિકો અને કેનેડા પર લાદવામાં આવેલા ભારે ટેરિફથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થઈ શકે છે. અમેરિકામાં ભારતીય કૃષિ, એન્જિનિયરિંગ, મશીન ટૂલ્સ, કાપડ, રસાયણો અને ચામડાના ઉત્પાદનોની માંગ વધી શકે છે.

 Share Market High : આ શેર સૌથી વધુ વધ્યા

અદાણીના શેર – અદાણી ગ્રીન એનર્જી શેર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને તાદાણી ટોટલ ગેસના શેર લગભગ 11 ટકા વધીને બંધ થયા. કોફોર્જના શેર ૮.૭૪ ટકા, કેપીઆઈટી ટેક ૬ ટકા, આઈઆઈએફએલ ફાઇનાન્સ ૧૦ ટકા, રેડિંગ્ટન ૭ ટકા અને એસ્ટર ડીએમ હેલ્થકેરના શેર ૬ ટકા વધ્યા હતા.

(ડિસ્ક્લેમર : અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Stock Market Crash દલાલ સ્ટ્રીટ પર બ્લડબાથ સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ કડાકો; આ ત્રણ કારણોથી માર્કેટ કેપમાં મોટું ધોવાણ
Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
Piyush Goyal Rejects Western Climate Blame પ્રદૂષણ તમે ફેલાવ્યું ને બિલ અમારે ભરવાનું? વૈશ્વિક મંચ પર પશ્ચિમી દેશોને પિયૂષ ગોયલે આપ્યો રોકડિયા જવાબ; ગ્લોબલ મંચ પર સોપો પડી ગયો
Jio Platforms IPO Subscription દેશના સૌથી મોટા IPOમાં રોકાણકારોનો ભારે ધસારો જિયો પ્લેટફોર્મ્સના ઈશ્યુમાં રેકોર્ડબ્રેક બિડિંગ, આજે સબસ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ!
Exit mobile version