News Continuous Bureau | Mumbai
Share Market High : આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો ( Share market up ) જોવા મળ્યો છે. મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજાર ( Share Market news ) મજબૂત ઓપનિંગ બાદ મજબૂત બંધ રહ્યું છે. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેર લીલા નિશાન પર અને 3 શેર લાલ નિશાન પર હતા. બજારના આ ઉછાળાને કારણે આજે શેરબજારના રોકાણકારોને રૂ.7 લાખ કરોડનો નફો થયો છે.
Share Market High : સેન્સેક્સ – નિફટીમાં તેજી
સેન્સેક્સમાં 1300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો. જ્યારે નિફ્ટીમાં 440 પોઈન્ટનો મજબૂત વધારો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 80,158.50 પોઈન્ટ પર ખુલ્યો હતો અને ટ્રેડિંગના અંતે તે 1,347.36 પોઈન્ટના ઉછાળા સાથે 81,387.16 પર બંધ થયો હતો. ( Sensex nifty news ) જ્યારે નિફ્ટી 24,423.35 પોઈન્ટ પર ખૂલ્યો હતો અને અંતે 443 પોઈન્ટ વધીને 24,849.60 પોઈન્ટ પર બંધ થયો હતો.
Share Market High : આ શેરમાં 5 ટકાનો વધારો
જો ઉછાળાની વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાં એરટેલના શેરમાં સૌથી વધુ 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. વોડા આઈડિયાના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, લાર્જકેપમાં, એપોલો હોસ્પિટલ્સમાં 4 ટકાથી વધુ, અદાણી પોર્ટ્સમાં 4 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં 4 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ હતી. વિપ્રોના શેરમાં 3.64 ટકાનો અદભૂત વધારો નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો : Share Market Update : હાશ, આખરે શેરબજારમાં મંદીને બ્રેક લાગી.
જ્યારે Paytmના શેરમાં 10 ટકાની ઉપરની સર્કિટ લાગી છે, ત્યારે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના શેરમાં 9 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. બસ મેન્યુફેક્ચરિંગ કંપની અશોકા લેલેન્ડના શેરમાં પણ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. MGLનો શેર 5.31 ટકા વધ્યો હતો.
Share Market High : શેરબજારમાં તોફાની તેજી
તમને જણાવી દઈએ કે, બજેટના દિવસે કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવામાં આવ્યા બાદ તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ બુધવાર અને ગુરુવારે બજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી અને રોકાણકારો અમીર બન્યા હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
