Site icon News Continuous Bureau | Mumbai

Share market High : શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી! સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, નિફ્ટી 22,600ને પાર..

Share market High : શેરબજારમાં આજે તોફાની ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે બજાર બમ્પર ઉછાળા સાથે બંધ થયું છે. આજે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 941.12 પોઈન્ટના ઉછાળા સાથે 74,671.28 પર અને NSE નિફ્ટી 223.45 પોઈન્ટના ઉછાળા સાથે 22,643.40 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે.. ( Share Market at new high )

Share market High Sensex up 940 pts, Nifty above 22,600; financials gain

Share market High Sensex up 940 pts, Nifty above 22,600; financials gain

News Continuous Bureau | Mumbai 

  Share market High : કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 200 પોઈન્ટથી મજબૂત બન્યો છે. 

Join Our WhatsApp Channel

  Share market High : સેન્સેક્સ-નિફ્ટી માં જોરદાર તેજી

સેન્સેક્સ 941.12 (1.28%) પોઈન્ટના વધારા સાથે 74,671.28 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 223.45 (1.00%) પોઈન્ટના વધારા સાથે 22,643.40 સ્તર પર પહોંચ્યો છે. ( Sensex-nifty Up )

  Share market High : શેરબજારનું માર્કેટ કેપ ઐતિહાસિક ઊંચાઈએ

શેર માર્કેટમાં આજના જોરદાર ઉછાળાને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું ( Share Market Market cap at new high ) છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 406.59 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 404.09 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો વધારો નોંધાયો છે. ( Investors wealth increased ) 

આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train Derails : મુબઈમાં લોકલ ટ્રેનની બોગી પાટા પરથી ઉતરી, આ રેલવે લાઇન પરની સેવાઓ થઇ પ્રભાવિત; મુસાફરોના હાલ બેહાલ..

  Share market High : માર્કેટના સેકટરની સ્થિતિ

આજના ટ્રેડિંગમાં બેન્કિંગ સેક્ટરના શેરોના કારણે બજારમાં તેજી હતી. નિફ્ટી બેંક 1223 પોઈન્ટના ઉછાળા સાથે 49,424 પોઈન્ટની નવી ટોચે બંધ થયો છે. તો નિફ્ટીનો PLU ઈન્ડેક્સ 189 પોઈન્ટના ઉછાળા સાથે 7569 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પણ આજના કારોબારમાં તેજી સાથે બંધ થયા છે. પરંતુ ઓટો અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 ઘટીને બંધ રહ્યા હતા.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

FPI Record Inflow Indian Stocks શેરબજારમાં વિદેશી રોકાણકારોની ખરીદી નવેમ્બરના પહેલા 15 દિવસમાં FPI એ ₹84,291 કરોડ ઠાલવ્યા
NSE Largest Listed Exchange વૈશ્વિક સ્તરે NSE ની મોટી સિદ્ધિ Nasdaq અને હોંગકોંગ એક્સચેન્જને પછાડી 5મા સ્થાને પહોંચ્યું, માર્કેટ કેપ ₹5.56 લાખ કરોડથી વધુ
Stock Market Today Fall રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા સેન્સેક્સ 463 પોઈન્ટ ગગડી 82,558 પર, નિફ્ટી 25,368 ના સ્તરે સરક્યો
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ભૂકંપ, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોની આશરે ₹6 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ
Exit mobile version