Site icon

Share Market highlights: શેરબજાર રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો; જાણો કયા શેરએ કરાવી કમાણી..

Share Market highlights: બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સે આજે શરૂઆતી કારોબારમાં 77,000નો આંકડો પાર કરી લીધો હતો. જોકે, ટ્રેડિંગના અંતે વેચાણના દબાણને કારણે સેન્સેક્સ 203.28 પોઈન્ટ અથવા 0.27 ટકાના ઘટાડા સાથે 76,490.08 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, સેન્સેક્સ 385.68 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 77,079.04ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

Share Market highlights Stock market saw a massive jump of 77000, Sensex and Nifty broke all records

Share Market highlights Stock market saw a massive jump of 77000, Sensex and Nifty broke all records

News Continuous Bureau | Mumbai

 Share Market highlights: શેરબજાર ( Share market news ) માં સતત ત્રણ દિવસનો ઉછાળો આજે થંભી ગયો હતો. આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર સવારના સત્રમાં ઐતિહાસિક ઊંચાઈ ( Share Market new record ) ને સ્પર્શવામાં સફળ રહ્યું હતું. મજબૂત શરૂઆત અને ઈતિહાસ રચ્યા પછી, BSEનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ટ્રેડિંગના અંતે લાલ નિશાનમાં બંધ થયો. નોંધનીય છે કે સેન્સેક્સ ( Sensex Nifty down ) 200 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. 

Join Our WhatsApp Community

 Share Market highlights: સેન્સેક્સ પ્રથમ વખત 77 હજાર પર પહોંચ્યો

PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી, સોમવારે શેરબજારે જોરદાર ઉછાળા સાથે મોદી 3.0 ને સલામ કરી છે અને સેન્સેક્સ 323.64 પોઇન્ટના મજબૂત ઉછાળા સાથે પ્રથમ વખત 77,000 ની સપાટીને પાર કરી ગયો હતો. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,079.04 ના સ્તરને સ્પર્શ્યો હતો. 

 Share Market highlights: નિફ્ટી પણ લપસી ગયો

સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ શરૂઆતના ઉછાળાથી લપસ્યા બાદ બંધ થયો હતો. NSE નિફ્ટીએ 23,319.15 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને 23,411.90 ના સ્તરે દિવસની ટોચ પર પહોંચી. પરંતુ પછી તેમાં પણ ઘટાડો શરૂ થયો અને તે 30.95 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 23,259.20 ના સ્તરે બંધ થયો.

આ સમાચાર  પણ વાંચો :  PM Modi 3.0 Oath Ceremony: રાષ્ટ્રપતિ ભવનમાં આ તે કેવી હલચલ?, મોદી સરકારના શપથગ્રહણ સમારોહમાં વિચરતું દેખાયું રહસ્યમય પ્રાણી; જુઓ વિડિયો..

 Share Market highlights:  રોકાણકારોની સંપત્તિમાં 1.40 લાખ કરોડ રૂપિયાનો વધારો

ભારતીય શેરબજારમાં ઘટાડા છતાં, BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ અગાઉના સત્રની સરખામણીમાં વધી છે. BSE પર ટ્રેડેડ શેરોનું માર્કેટકેપ રૂ. 424.89 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 423.49 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 1.40 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

 Share Market highlights: આ શેરોમાં સૌથી વધુ વધારો.. 

આજના ટ્રેડિંગમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 3.19 ટકા, પાવર ગ્રીડ 2.07 ટકા, નેસ્લે ઇન્ડિયા 1.74 ટકા, એક્સિસ બેન્ક 1.16 ટકા, NTPC 1.07 ટકા, ટાટા સ્ટીલ 0.70 ટકા, ટાટા મોટર્સ 0.45 ટકાના વધારા સાથે બંધ થયા છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version