Site icon

 Share Market News:  માર્કેટ મજામાં નથી! આજે ફરી રેડ ઝોનમાં બંધ થયું શેરબજાર, આજે ધડામ દઈને પડ્યા આ ક્ષેત્રના ભાવ; રોકાણકારોને થયું મોટું નુકસાન… 

 Share Market News: શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 1,176 પોઈન્ટ ઘટીને 78,041.59 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 364 પોઈન્ટ ઘટીને 23,587.50 પોઈન્ટ પર બંધ થયો હતો.

Share Market News Sensex Falls Nearly 1,200 Points – Shocker HITS Dalal Street

Share Market News Sensex Falls Nearly 1,200 Points – Shocker HITS Dalal Street

News Continuous Bureau | Mumbai

 Share Market News: આજે ફરી ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રોકાણકારોનો પોર્ટફોલિયો રેડ ઝોનમાં રહ્યો. છેલ્લા બે દિવસમાં રોકાણકારોને મસમોટું નુકસાન થયું છે. આજે સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઘટાડો અને નિફ્ટીમાં 364 પોઈન્ટ્સનો  મોટો ઘટાડો થયો છે. તો બેંક નિફ્ટીમાં 816 પોઈન્ટનો ઘટાડો થયો છે. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી લગભગ 2000 પોઈન્ટ્સ તૂટ્યો છે.

Join Our WhatsApp Community

 Share Market News:  સૌથી મોટો ઘટાડો ટેક મહિન્દ્રાના શેરમાં

આજે સેન્સેક્સ 1176 પોઈન્ટ ઘટીને 78041 પર અને નિફ્ટી 364 પોઈન્ટ ઘટીને 23,587 પર બંધ થયો હતો. BSE ટોચના 30 શેરોમાં, JSW સ્ટીલ, નેસ્લે અને ICICI બેંક સિવાય, અન્ય તમામ શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. સૌથી મોટો ઘટાડો ટેક મહિન્દ્રાના શેરમાં 3.92 ટકા નોંધાયો હતો. આ સિવાય ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને એસબીઆઈના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

 Share Market News:  આ ક્ષેત્રોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો

નિફ્ટીના ટોચના 50 શેરોની વાત કરીએ તો, કુલ 45 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 5 શેરોમાં વધારો રહ્યો હતો. આ શેર્સમાં પણ લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. નુક્સાનવાળા ક્ષેત્રોમાં IT, ટેલિકોમ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, PSU અને પ્રાઇવેટ બેન્ક સેક્ટર અને મીડિયા સેક્ટરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગી; જુઓ વિડીયો..

 Share Market News:  આજે આટલો મોટો ઘટાડો શા માટે?

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું થયું કે આટલો મોટો ઘટાડો થયો. વાસ્તવમાં ફેડરલ રિઝર્વ બેંક દ્વારા રેટ કટની જાહેરાત બાદ માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને આઈટી શેર વધુ દબાણ હેઠળ હતા. આવી સ્થિતિમાં, વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડવાની પ્રક્રિયા ઝડપી બની છે અને ભારતીય શેરબજારમાં (સ્ટૉક માર્કેટ ક્રેશ) ભારે વેચવાલી જોવા મળી  છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version