ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 જુલાઈ 2020
મધ્યપ્રદેશના નીમચમાં એક 10 વર્ષીય બાળકે સ્થાનિક કો.ઓપરેટિવ બેંકમાંથી 10 લાખ રૂપિયા ઉડાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી છોકરાએ માત્ર 30 સેકન્ડમાં બધાની સામે આટલો મોટો ગુનો કર્યો પરંતું આશ્ચર્યની વાત એ છે કે બેંકના કર્મચારી અને ત્યાં હાજર અન્ય લોકોને આ ચોરીનો અહેસાસ સુદ્ધા ન થયો.
વીડિયો ફૂટેજમાં આરોપી છોકરો સવારે 11 વાગ્યે સહકારી બેંકમાં દેખાય છે. તે કેશિયરના રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે કાઉન્ટરની સામે ઉભા ગ્રાહકોને તેના વિશે ખબર હોતી નથી. છોકરો ઝડપથી બેગમાં નોટોના બંડલને ફેંકી દે છે અને તરત જ બહાર આવે છે. આ બધું કરવામાં તેને 30 સેકંડથી ઓછો સમય લાગે છે. જ્યારે બાળક બેંકમાંથી ચોરી કર્યા પછી દોડવાનું શરૂ કરે છે, ત્યારે બેંકનો એલાર્મ સંભળાય છે. આ પછી, બેંકનો ગાર્ડ તેનો પીછો કરે છે પરંતુ તે રફુચક્કર થવામાં સફળ થાય છે. સીસીટીવી ફૂટેજ મા દેખાય છે કે બેંકમાં પહેલેથી હાજર એક વ્યક્તિ, આરોપી બાળકને સૂચના આપી રહી હતી.
ચોરીની બાતમી મળતાં જ પોલીસ બેંકમાં પહોંચી હતી. પોલીસ અધ્યક્ષે જણાવ્યું કે આરોપી બાળક નાનું હતું, તેથી કેશ કાઉન્ટરની સામે ઉભા રહેલા લોકો તેને પૈસાની ચોરી કરતા જોઈ શકતા ન હતા. પોલીસે તપાસમાં અનેક શકમંદોની અટકાયત કરી છે. તેમજ કેટલાક લોકો કે જેમણે આ વિસ્તારમાં રસ્તાની બાજુમાં દુકાનો અને સ્ટોલ ઉભા કર્યા છે તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાનગી સિક્યુરિટી ગાર્ડની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com