News Continuous Bureau | Mumbai
Share Market Today: ગઈકાલના જોરદાર ઘટાડા બાદ આજે ઘરેલુ શેરબજાર ( Indian Share Market News ) ઘટાડા સાથે શરૂ થાય તેવી સંભાવના હતી. જો કે આજે શેરબજારમાં ઉછાળો આવતા રોકાણકારોને રાહત મળી છે. ( Share Market News ) ગઈકાલના ભારે ઘટાડાને બંધ કર્યા બાદ આજે ખરીદીની તકો પાછી ફરી છે. બેંક નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં 205 પોઈન્ટના ઉછાળા સાથે આજે વધારો દર્શાવ્યો છે.
Share Market Today: સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ તૂટ્યો
સવારે 10.40 કલાકે BSE સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. BSE સેન્સેક્સ 107.97 પોઈન્ટ્સ અથવા 0.13 ટકા ઘટીને 84,191.81 પર આવી ગયો. આ સિવાય NSE નિફ્ટી 36.80 પોઈન્ટ ( Sensex nifty trade ) અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 25,774.05 પર ટ્રેડ થઈ રહ્યો છે. BSE સેન્સેક્સ આજે 84,257.17 પર ખુલ્યો હતો અને તેની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 77 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Share Market updates : શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1270 પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોના કરોડો ધોવાયા..
Share Market Today: આ શેરો કરાવી રહ્યા છે કમાણી
ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, ઇન્ફોસિસ, એલએન્ડટીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેઓ ટોપ ગેઇનર છે. M&Mના શેર પણ સેન્સેક્સ ( Share Market News ) ના ટોપ ગેઇનર્સમાં સામેલ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં વધારો અને 10માં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, સન ફાર્મા, એચયુએલ અને જેએસડબલ્યુ સ્ટીલના શેર્સ ટોપ લુઝર્સ ( Share Market Fall ) માં છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)