Site icon

Share Market updates : ટેરિફ મુદ્દે ટ્રમ્પની ‘ટિટ ફોર ટેટ’ નીતિ, ભારતીય શેરબજાર ખુલતા જ ધડામ.. રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયા સ્વાહા

Share Market updates : અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર ભારતીય બજાર પર ખરાબ રીતે જોવા મળી રહી છે. સોમવારે ભારતીય શેરબજારમાં 3000 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો. અમેરિકન ટેરિફની અસર ફક્ત ભારતીય બજાર પર જ નહીં પરંતુ વિશ્વભરના શેરબજારો પર પણ જોવા મળી રહી છે. દરેક જગ્યાએ ભારે ઘટાડો જોવા મળ્યો છે.

Share Market updates Indian market crashed due to us tariff sensex fell by 3000 points

Share Market updates Indian market crashed due to us tariff sensex fell by 3000 points

News Continuous Bureau | Mumbai

Share Market updates : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ વિશ્વભરના શેરબજારોમાં કોહરામ મચી ગયો છે. તે જ સમયે, ભારતીય શેરબજારો પણ  સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઉંધા માથે પટકાયું છે. સેન્સેક્સ 3000 થી વધુ પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી પણ 900 થી વધુ પોઈન્ટ ઘટ્યો. આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ અઠવાડિયાના મધ્યમાં RBI ની દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ IT અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) દ્વારા ચોથા ક્વાર્ટરના સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

 

Share Market updates : રોકાણકારોને 19 લાખ કરોડથી વધુનું નુકસાન  

શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન થયું છે. જો  આંકડાઓ પર નજર કરીએ તો, રોકાણકારોને 5 મિનિટમાં 19 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ રૂ. 4,03,34,886.46 કરોડ હતું, જે આજે સવારે   માર્કેટ ખુલ્યા પછી ઘટીને રૂ. 3,83,95,173.56 કરોડ થયું.

Share Market updates : વિશ્વભરના શેરબજારો પર અસર 

આનો અર્થ એ થયો કે રોકાણકારોએ પહેલા જ દિવસે 19,39,712.9 કરોડ રૂપિયા ગુમાવ્યા. ટ્રેડિંગ સેશન દરમિયાન આ નુકસાન વધી શકે છે. હકીકતમાં, અમેરિકન ટેરિફની અસર ફક્ત ભારતીય બજાર પર જ નહીં પરંતુ વિશ્વભરના શેરબજારો પર પણ દેખાય છે. દરેક જગ્યાએ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને તાઇવાનના બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.

પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદ્યા પછી યુએસ શેરબજારોમાં ઘટાડા વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “હું નથી ઈચ્છતો કે  કંઈપણ  ઘટે પરંતુ, ક્યારેક, તમારે વસ્તુઓને ઠીક કરવા માટે કઠિન પગલાં ભરવા પડે છે.

આ સમાચાર પણ વાંચો : Share Market Updates: શેરબજારમાં લોહિયાળ સોમવાર, પ્રી-ઓપનિંગમાં જ BSE સેન્સેક્સ 3,540 પોઇન્ટ તૂટ્યો; રોકાણકારોને કરોડોનું નુકસાન…

Share Market updates : ટેરિફ કેટલા પ્રકારના હોય છે?

  1. બાઉન્ડ ટેરિફ – આયાત પર સૌથી વધુ દર
  2. પ્રેફરન્શિયલ ટેરિફ – માલ પર લઘુત્તમ દર
  3. મોસ્ટ-ફેવર્ડ નેશન ટેરિફ – બંનેનો સરેરાશ ટેરિફ

Share Market updates : ટ્રમ્પના ‘ટિટ ફોર ટેટ’ ટેરિફ

અમેરિકાએ ભારત સહિત ઘણા દેશો પર ‘ટિટ ફોર ટેટ’ ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે અમેરિકન ઉત્પાદનો પર દેશો દ્વારા લાદવામાં આવતા ટેરિફના માત્ર 50 ટકા જ લાદી રહ્યા છીએ.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Mumbai police: પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનાર પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ
Putin-Xi Jinping: પુતિન-જિનપિંગ ની ‘અમરત્વ’ પર ચર્ચા: ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી માણસ અધધ આટલા વર્ષ સુધી જીવશે? જાણો શું છે આખી વાત
GST Council Meeting: રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ હવે GST મુક્ત: દૂધ થી લઈને દવાઓ સુધી, અહીં જુઓ સંપૂર્ણ યાદી
Exit mobile version