News Continuous Bureau | Mumbai
Share Market updates : છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ ખુલતાની સાથે જ 900 પોઈન્ટ વધીને 79670ની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીમાં પણ 320 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, તે હાલમાં 24,293 પર ટ્રેડ થઈ રહ્યો છે.
Share Market updates : તમામ શેર્સમાં તોફાની તેજી
આજે બીએસઈના ટોપ 30 શેર્સની વાત કરીએ તો તમામ શેર્સમાં તોફાની તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સમાં સૌથી વધુ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ પછી LT, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો છે. આ સિવાય ઈન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Crime News: ચોંકાવનારી ઘટના.. દાદર રેલવે સ્ટેશન પર સૂટકેસમાંથી મળી લાશ, આરપીએફની સતર્કતાના કારણે પ્લાન ગયો નિષ્ફળ; આરોપીઓને આ રીતે દબોચ્યા..
Share Market updates : વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો
અમેરિકન શેરબજારો 3 ટકા ઘટીને બંધ થયા હતા. આ પહેલા 5 ઓગસ્ટના રોજ અમેરિકામાં મંદીના ડર અને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સંભાવનાને કારણે વૈશ્વિક બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર દેશના સેન્સેક્સ અને નિફ્ટી પર જોવા મળી હતી. ઘટાડા બાદ સેન્સેક્સ 2,222 પોઈન્ટ ઘટીને 78,759ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ગઈકાલે 662 પોઈન્ટ્સ તૂટ્યો હતો. તે પણ ઘટાડા બાદ 24,055ના સ્તરે બંધ રહ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
