Site icon

Share Market Updates : શેર માર્કેટ મજામાં.. આજે ફરી સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, રોકાણકારોને થઇ અધધ આટલા કરોડની કમાણી..

સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 0.49 ટકા અથવા 391.26 પોઈન્ટના વધારા સાથે 80,351.64 પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર લીલા નિશાન પર અને 12 શેર લાલ નિશાન પર હતા.

Share Market Updates Stock market today Nifty 50, Sensex hit fresh all-time highs

Share Market Updates Stock market today Nifty 50, Sensex hit fresh all-time highs

 News Continuous Bureau | Mumbai

Share Market Updates : આજે કારોબારી સપ્તાહના બીજા દિવસ એટલે કે મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ઘણું જ શુભ સાબિત થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો નવી ટોચને સ્પર્શવામાં સફળ રહ્યા. સેન્સેક્સે 80,397.17 પોઈન્ટની નવી ઊંચી સપાટી બનાવી છે જ્યારે નિફ્ટી પણ 24,443.60 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. 

Join Our WhatsApp Community

Share Market Updates : મિડકેપ અને નાના શેરોમાં પણ ખરીદી જોવા મળી 

આજના ટ્રેડિંગ દરમિયાન ઓટો, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ખરીદીને કારણે બજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે. આજના સેશનમાં શરૂઆતી ઘટાડા બાદ મિડકેપ અને નાના શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 391.26 પોઈન્ટના વધારા સાથે 80,351 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 112.65 પોઈન્ટના ઉછાળા સાથે 24,433.20 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : ભારત હવે આ દેશોમાં પોતાના ક્રૂડ ઓઈલનો સંગ્રહ કરશે, મુશ્કેલીના સમયમાં ઉપયોગી થશે… જાણો વિગતે..

Share Market Updates : માર્કેટ કેપ ઓલ ટાઈમ હાઈ પર

ભારતીય બજારોમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે માર્કેટ કેપિટલાઇઝેશનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 451.26 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 449.71 લાખ કરોડ હતું. રોકાણકારોની સંપત્તિમાં 1.55 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Stock Market Today:ટ્રમ્પની ધમકી બેઅસર, શેરબજાર ખુલતાની સાથે જ ઉછળ્યું; સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો
 Share Market High:  શેરબજારમાં રોનક પાછી ફરી: રિલાયન્સ અને HDFC બેંકના દમ પર સેન્સેક્સ ૪૪૬ અંક ઉછળ્યો, રોકાણકારોને રૂ. ૩.૬૩ લાખ કરોડનો ફાયદો! 
Exit mobile version