Site icon

Stock Market crash : શેરબજારમાં અચાનક કડાકો, સેન્સેક્સ ઉંચી સપાટીથી 1000 પોઈન્ટ નીચે સરકયુ, આ 5 શેર સૌથી વધુ તૂટ્યા..

Stock Market crash : ભારતીય શેરબજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 930.88 પોઈન્ટ અથવા 1.30 ટકાના ઘટાડા સાથે 70506.31 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 302.95 પોઈન્ટ અથવા 1.41 ટકાના ઘટાડા સાથે 21,150.15 ના સ્તર પર બંધ થયો હતો.

Stock Market crash Sensex crashes over 1,000 points, Nifty tumbles amid profit booking

Stock Market crash Sensex crashes over 1,000 points, Nifty tumbles amid profit booking

News Continuous Bureau | Mumbai 

Stock Market crash : શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને આજે ટ્રેડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે. ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે સવારે ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું. પરંતુ બપોર બાદ સ્થાનિક અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર સપાટ થઈ ગયું.

Join Our WhatsApp Community

છેલ્લા કલાકમાં બજાર ક્રેશ થયું

શરૂઆતમાં લીલા નિશાન પર ટ્રેડિંગ સાથે, બજારના બંને સૂચકાંકો રોકેટ ગતિએ ઉછળ્યા અને સેન્સેક્સ-નિફ્ટી નવા શિખરો પર પહોંચ્યા. પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બજાર અચાનક ક્રેશ થઈ ગયું અને સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો. આ સાથે નિફ્ટી-50 પણ 300 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો

ટ્રેડિંગના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE SENSEX) નો 30 શેરો વાળા સૂચકાંક સેન્સેક્સ  BSE સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 70,506 પર પહોંચ્યો હતો, જેણે ઈન્ટ્રાડેમાં 71,913ની નવી રેકોર્ડ હાઈ બનાવી હતી. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NIFTBharat Gaurav Train: ભારત ગૌરવ ટ્રેન દક્ષિણ દર્શન યાત્રા.
Y 50) પણ 21,593ના રેકોર્ડ હાઈ પરથી સરકીને 21,106 પર બંધ થયો હતો. 

દિવસના ઉચ્ચ સ્તરેથી 1000 પોઈન્ટ સરકી ગયો

શેરબજારમાં ઉછાળાની વચ્ચે સેન્સેક્સે શરૂઆતના વેપારમાં લગભગ 450 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને તે 71,913ના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને હાલમાં તેની ઊંચી સપાટીથી 1000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીની પણ આવી જ સ્થિતિ હતી અને આજે શરૂઆતના ટ્રેડિંગમાં તે 21,593ના સ્તરે પહોંચી ગયો હતો, જે તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર હતું.

આ સમાચાર પણ વાંચો : Bharat Gaurav Train: ભારત ગૌરવ ટ્રેન દક્ષિણ દર્શન યાત્રા.

 ઘટાડાનાં કારણો 

બજારમાં અચાનક ઘટાડાનાં કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલીનાં કારણે શેરબજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ રૂ. 600 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ આશરે રૂ. 294 કરોડના શેર ખરીદ્યા હતા. આ સિવાય ઘટાડાનું બીજું મોટું કારણ કોરોનાના વધતા કેસ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, દેશભરમાં કોરોનાના નવા પ્રકારોના કેસ સતત વધી રહ્યા છે અને એક દિવસમાં 614 નવા કેસ નોંધાયા છે. બુધવારે સૌથી વધુ ઘટાડો બેંક, મેટલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો. 

BSE પર 30માંથી 29 શેર લાલ નિશાનમાં

BSE ના 30 માંથી 29 શેર લાલ નિશાન પર બંધ થયા હતા, જ્યારે માત્ર એક શેર (HDFC બેન્ક શેર) માં થોડો વધારો જોવા મળ્યો હતો. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા વચ્ચે NTPCનો શેર 2.92 ટકા ઘટીને રૂ. 300.75, HCLTECHનો શેર 2.97 ટકા ઘટીને રૂ. 1443.90, M&Mનો શેર 3.20 ટકા ઘટીને રૂ. 1645.50, TAMOTORSનો સ્ટોક ઘટીને રૂ. 3.20 ટકા ઘટીને રૂ. 1645.50 થયો હતો. શેર 3.26 ટકા ઘટીને રૂ. 705.45 થયો હતો, જ્યારે ટાટા સ્ટીલનો શેર 3.40 ટકા ઘટીને રૂ. 130.80 થયો હતો.

શું તે 72000ના આંકડાને સ્પર્શી શકશે?

છેલ્લા કેટલાક દિવસોથી, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે અને એવી અપેક્ષા હતી કે તે ટૂંક સમયમાં 72,000નો આંકડો પાર કરશે. પરંતુ, બુધવારે અચાનક થયેલા ઘટાડાને કારણે તે તેના લક્ષ્યાંકથી ઘણું પાછળ સરકી ગયું છે. બુધવારે શેરબજારની શરૂઆતની વાત કરીએ તો તે મંગળવારના 71,437.19ના બંધની સરખામણીમાં સવારે 9.15 વાગ્યે 71,647.66ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટીએ આગલા દિવસના બંધ 21,453.10ની ઉપર ચઢીને 21,543.50ના સ્તરે શરૂઆત કરી હતી.

 

 

Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Exit mobile version