Site icon

Stock Market crash: શેરબજારની તેજી પર લાગી બ્રેક, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન; આ શેરમાં બોલાયો સૌથી મોટો ઘટાડો..

Stock Market crash: છેલ્લા પાંચ દિવસથી શેરબજારમાં ચાલી રહેલો ઉછાળો સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અટકી ગયો છે. સ્થાનિક શેરબજારમાં મજબૂત શરૂઆત છતાં મે સિરીઝના પહેલા દિવસે બજારમાં વેચવાલી જોવા મળી હતી. શુક્રવારે પ્રારંભિક લાભ ગુમાવીને, સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા છે.

Stock Market crash Sensex down 600 pts, Nifty below 22,450 mark on first day of May series

Stock Market crash Sensex down 600 pts, Nifty below 22,450 mark on first day of May series

News Continuous Bureau | Mumbai 

Stock Market crash:  છેલ્લા 5 દિવસની રેકોર્ડબ્રેક તેજી બાદ આજે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 600 પોઈન્ટ ( Sensex down ) થી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 117 પોઈન્ટ ઘટયો છે. આજે સેન્સેક્સ 73,730 અને નિફ્ટી 22,419 પર બંધ થયા છે. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 24 શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે .

Join Our WhatsApp Community

Stock Market crash: સેન્સેક્સમાં મોટો કડાકો

આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસ એટલે કે શુક્રવારે બજાજ ફાઇનાન્સ શેર્સમાં સૌથી મોટો ઘટાડો થયો છે, જે લગભગ 8 ટકા ઘટીને રૂ. 6729 પ્રતિ શેર પર બંધ થયો હતો. સેન્સેક્સના મુખ્ય શેરોમાં ઘટાડાની વચ્ચે અન્ય શેરોમાં પણ ઝડપી પ્રોફિટ બુકિંગ થયું, જેના કારણે સેન્સેક્સમાં આટલો મોટો કડાકો જોવા મળ્યો. આ પછી બજાજ ફિનસર્વમાં 3.5 ટકા, ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 3.3 ટકા, નેસ્લે ઇન્ડિયામાં 2.64 ટકા અને કોટક બેન્કમાં 2.11 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે ટેક મહિન્દ્રાનો શેર આજે 7.3 ટકા વધ્યો હતો. વિપ્રો, આઇટીસી, ટાઇટન અને એક્સિસ બેન્કમાં થોડો વધારો જોવા મળ્યો છે.

Stock Market crash: બજાજ ફાઇનાન્સમાં શા માટે મોટો ઘટાડો થયો?

બજાજે આજે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા, જેમાં બજાજ ફાઇનાન્સે નફામાં અને NIIમાં લગભગ 30 ટકા વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી. 1800 ટકા ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. દરમિયાન, તેના શેર્સમાં પ્રોફિટ-બુકિંગનું વર્ચસ્વ હતું અને શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Farmers : આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

Stock Market crash: રોકાણકારોએ ₹17,000 કરોડની કમાણી કરી હતી

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 26 એપ્રિલના રોજ વધીને રૂ. 404.35 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે 25 એપ્રિલના ગુરુવારે રૂ. 404.18 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 17,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 17,000 કરોડનો વધારો થયો છે.

Stock Market crash:  શેર માર્કેટ ના ગુરુવારના હાલ 

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ગુરુવારે 486.50 પોઈન્ટ અથવા 0.66 ટકા વધીને 74,339.44 પોઈન્ટ પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 167.95 પોઈન્ટ અથવા 0.75 ટકાના વધારા સાથે 22,570.35 પોઈન્ટ્સ પર પહોંચ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version