Site icon

Stock Market: શેરબજારમાં આજે સેનસેક્સમાં મોટો કડાકો.. રોકાણકારોએ માત્ર 3 કલાકમાં અધધ આટલા લાખ કરોડ ગુમાવ્યા..

Stock Market: ભારતીય શેરબજાર આજે આ સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ છે, ત્યારે જાણો કેવી સ્થિતિમાં છે ચાલી રહ્યું છે સેનસેક્સ અને નિફ્ટી.

Stock Market Sensex fell by 700 points in the stock market today.. In just 3 hours investors lost Rs. 1.77 lakh crore

Stock Market Sensex fell by 700 points in the stock market today.. In just 3 hours investors lost Rs. 1.77 lakh crore

News Continuous Bureau | Mumbai 

Stock Market: ભારતીય શેરબજાર ગઈકાલે મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. પરંતુ આજે તેમાં ફ્લેટ ટ્રેડિંગ ( Trading ) ઓપનિંગ જોવા મળી રહી છે. આજના કારોબારમાં BSE સેન્સેક્સ ( Sensex ) 38.21 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 71,022 ના સ્તર પર ખુલ્યું હતું. NSE નો નિફ્ટી 0.65 પોઈન્ટના નજીવા વધારા સાથે 21,454 ના સ્તરે ખુલ્યું હતું એટલે કે તે સંપૂર્ણપણે ફ્લેટ રહ્યું છે. 

Join Our WhatsApp Community

માર્કેટ ઓપનિંગ ( Market opening ) સમયે ઓટો શેરોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ બેન્ક નિફ્ટીએ પણ આજે ઘટાડા સાથે શરૂઆત કરી છે. આઈટી શેરોની ( IT shares ) શરૂઆત રેડમાં થઈ છે. ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેકના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

તાજેતરમાં મળતી માહિતી મુજબ, સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો છે. સેન્સેક્સ 705.29 પોઈન્ટથી વધુ ઘટીને 70,337.14 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, નિફ્ટી 194.25 પોઇન્ટ અથવા -0.91% ઘટીને 21,259.70 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યું છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3,69,41,808.98 કરોડ થયું છે.આ પહેલા બુધવારે માર્કેટ કેપ 3,71,18,500.62 કરોડ રૂપિયા હતી.એટલે કે આજે માત્ર ત્રણ કલાકના ટ્રેડિંગમાં રોકાણકારોએ રૂ. 1.77 લાખ કરોડ ગુમાવ્યા છે.

  મીડિયા, રિયલ્ટી, પીએસયુ અને એનએસઈના ઓઈલ એન્ડ ગેસના ક્ષેત્રોમાં તેજી..

મળતી માહિતી અનુસાર, સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેરો ( Share Market ) ઉપરની તરફ અને 21 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં એનટીપીસી 1.89 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 1.59 ટકા ઉપર છે. HUL 0.62 ટકા જ્યારે બજાજ ફિનસર્વ 0.28 ટકા ઉપર છે. બજાજ ફાઇનાન્સ 0.17 ટકા અને ભારતી એરટેલ 0.21 ટકા ઉપર છે.

આ સમાચાર પણ વાંચો : Maratha Reservation: બોમ્બે હાઈકોર્ટે મરાઠા આરક્ષણ મામલે મનોજ જરાંગેના મુંબઈમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો.. શિંદે સરકારની મુશ્કેલી વધી..

આજે NSE પર, 1471 શેર્સ લાભ સાથે અને 711 શેર્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. કુલ 2244 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 62 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 19 ઉપર અને 30 ડાઉન છે. 1 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજે માત્ર મીડિયા, રિયલ્ટી, પીએસયુ અને એનએસઈના ઓઈલ એન્ડ ગેસના ક્ષેત્રોમાં તેજી છે અને અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે રિયલ્ટી શેરોમાં મહત્તમ 1.39 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ IT શેરોમાં મહત્તમ 1.08 ટકાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version